જૂનાગઢ પોલીસે જયરાજસિંહના દીકરા ગણેશ ગોંડલની ધરપકડ કરી

ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે, આ અગાઉ અનુસૂચિત જાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ચીમકી આપવામાં આવી હતી કે જો ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરી, તેના કપડા કાઢી તેને માર મારીને વીડિયો ઉતારવાના ગંભીર મામલામાં આખરે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે.

આ પહેલા જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાની ઘટના સામે ધોરાજી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.. અનુસૂચિત જાતિના લોકો દ્વારા આ મામલે ધોરાજી ડેપ્યૂટી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું અને ગણેશ જાડેજાની ધરપકડની માંગ કરાઇ હતી. સાથે જ ચીમકી અપાઇ હતી કે જો ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એનએસયૂઆઇ પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.. જે બાદ તેને ગોંડલના ગણેશ ગઢ ખાતે લઇ જઇ તેના કપડા કાઢી તેને ઢોર માર માર્યો હતો. અને તેને માર મારતો વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી હતી. સંજય સોલંકી દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીનો પુત્ર છે.. આ ઘટનામાં ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો