પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, ગુજરાતમાં ગરમીથી લોકોના મોત થઈ રહ્યાં છે. આ વર્ષે મોટાભાગના શહેરોમાં ૪૫ થી વધીને પારો જતા મોતના કેસ વધી રહ્યાં છે. સાથે જ આ ગરમી અનેકોને બીમાર પાડી રહી છે. લેટેસ્ટ માહિતી અનુસાર, અમદાવાદમાં ૧૩ દિવસમાં ગરમીથી ૭૨ લોકોના મોત થયા છે. આ આંકડો ચોંકાવનારો છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અમદાવાદમાં ૧૩ દિવસમાં ગરમીથી ૭૨ના મોત નિપજ્યા છે. પહેલીવાર ગરમીના કારણે આટલા મોત થયા છે. સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા ૧૩ દિવસમાં ૭૨ અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા હતા. અમદાવાદમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૦૮ લોકો ગુમ થયાની ફરિયાદ પણ થઈ છે. રોજ સરેરાશ ૧૦ લોકોના ગુમ થયાની પોલીસ ફરિયાદ થઈ રહી છે. તો માત્ર ૨ દિવસમાં જ ૨૫ અજાણી વ્યક્તિના પીએમ કરાયા છે. ગરમીના કારણે લોકો બિમાર થવાની ફરિયાદ વધી છે.
ચોંકાવનારી બાબત એ છે કે, ૧૩ દિવસમાં જે ૭૨ લોકોના મોત થયા છે, તે તમામ અજાણ્યા લોકો છે. ગરમીના કારણે મોત નિપજ્યું હોય, અને અટલી મોટી સંખ્યામાં અજાણ્યા મૃતદેહો મળી આવ્યા હોય તેવી શહેરની આ પહેલી ઘટના છે. આ મૃતદેહોમા રસ્તે રઝળતા લોકો અને સારા ઘટના લાગતા હોય તેવા અજાણ્યા લોકોના મૃતદેહો પણ છે. આ સામે શહેરમાં છેલ્લાં ૧૦ દિવસમાં ૧૦૮ લોકોની ગુમ થયાની ફરિયાદ પણ થઈ છે. પોલીસ ચોપડે અમદાવાદમાં રોજ સરેરાશ ૧૦ લોકો ગુમ થયા હોય તે આંકડો પણ ચોંકાવનારો છે.
દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વયા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.
જોકે રાહતની વાત એ છે કે રાજ્યમાં ગરમીની વિદાયનો પ્રારંભ આજથી થઈ ગયો છે. આજથી રાજ્યમાં પ્રી મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પહેલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી ૧૧ જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મયમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.