બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઇએસએફ ગાર્ડે થપ્પડ મારી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે.
તમને જણાવી દઈએ કે મંડીથી લોક્સભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.
કંગના રનૌત આ લોક્સભા ચૂંટણી હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ લડ્યા હતા. અભિનેત્રીની સામે કોંગ્રેસ પાર્ટીના નેતા વિક્રમાદિત્ય સિંહ હતા. કંગનાએ તેને ૭૪,૭૫૫ વોટથી હરાવ્યો.