કેશોદના પાડોદર ગામે પ્રેમીકાની હત્યા કરનાર પરણીત પ્રેમીની ધરપકડ : ખુન કર્યાની કબુલાત

જુનાગઢ,

કેશોદના પાડોદર ગામની યુવતીની હત્યા કરી નાખનાર આ જ ગામનો પરણીત પ્રેમીની ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઇ આગવી ઢબે સરભરા કરતા પોપટ બની ગયો હતો અને યુવતી લગ્ન માટે દબાણ કરતી હોવાથી પોતે લગ્ન કરેલ હોય જેથી લગ્ન કરી ન શકે તેમ હોવાથી ગળુ દબાવી હત્યા કરી ઇશરા ગામના ડેમમાં પથ્થરો બાંધી લાશને તળાવના પાણીમાં ફેંકી દીધી હતી.

કેશોદના પાડોદર ગામે રહેતી તેજલબેન રમેશભાઇ ચુડાસમા (ઉ.વ.૨૨)ની ત્રણ દિવસ પહેલા ઇશરા ગામના તળાવમાંથી પથ્થર બાંધેલી લાશ મળી આવેલ જે લાશનું પી.એમ. થતા યુવતીની હત્યાનું સામે આવેલ હતું.

યુવતીના ભાઇ પાડોદર ગામના રાજેશ ઉર્ફે રાજુ ગોપાલ સોલંકીને પોતાની બહેન સાથે પ્રેમસંબંધ હોય જેમાં તેણે જ હત્યાકરી હોવાનું ફરીયાદમાં જણાવતા કેશોદ પોલીસે રાજુ ઉર્ફે રાજેશ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એમ.સીંધવ અને સ્ટાફે આરોપી રાજેશ ઉર્ફે રાજુ સોલંકીને અગતરાય-મંગલપુરના પાટીયા પાસેથી દબોચી લઇ તેની આગવી ઢબે પુછપરછમાં અંતે પોપટ બની ગયો હતો. યુવતી તેજલ તેને લગ્નનું દબાણ કરતી હોય પોતે પરણીત હોવાથી તે શકય ન હોવાથી તેજલને મળવા બોલાવી ગળુ દબાવી હત્યા કરી લાશને ઇશરા ગામના તળાવમાં પથ્થરો બાંધી ફેંકી દીધી હતી. આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીને કેશોદ પોલીસને હવાલે કરી દેતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.