- આમ આદમી પાર્ટીના નામ જ સામાન્ય માણસના ગુણ સમજે એવી પાર્ટી છે. : રેશ્મા પટેલ
અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. જો કે, ટિકિટને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની નારાજગી તથા વિરોધ પણ સામે આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થઈ ગયો છે. ત્યારે વધુ એક નારાજ ઉમેદવાર રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધુ છે. રેશ્મા પટેલે એનસીપીના તમામ સભ્યોપદેથી રાજીનામું આપી દીધુ છે. બીજી બાજુ રેશમા પટેલ વિધિવત રીતે આપમાં જોડાઈ ચૂક્યા છે.
રાઘવ ચઢ્ઢા આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવારનુ ભાજપે અપહરણ કર્યુ છે. રેશ્મા પટેલ એનસીપીના મહિલા મોરચાના અધ્યક્ષ રહ્યા અને તેઓ હવે આપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે રેશમા પટેલ પાટીદાર આંદોલનનો ચેહરો છે. સામાજિક કાર્યો થકી તેમણે સેવા કરી છે અને આજે તેઓ આપમાં જોડાયા છે.
રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું હતું કે, કદાવર મહિલા નેતા રેશમા પટેલ આપમાં જોડાઈ રહ્યા છે. બીજી બાજુ આ પ્રસંગે રાઘવ ચઢ્ઢાએ રેશમા પટેલને ખેસ પહેરાવી આપ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો. અને કહ્યું હતું કે, તેમનાથી (રેશ્મા પટેલ) ગુજરાત આપને ઘણો ફાયદો થશે. ટોપી પહેરાવી પ્રવેશ કરાવ્યો હતો.
રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નામ જ સામાન્ય માણસના ગુણ સમજે એવી પાર્ટી છે. એક સામાન્ય માણસની જરૂર રોટી કપડાં અને મકાન છે જે આપ જ પૂરી કરી શકશે. અરવિંદ કેજરીવાલ આંદોલનથી નેતા બન્યા છે. મારે કોઈ વિશે ટીકા ટિપ્પણી કરવી નથી. લોકોની સેવા કરવા માટે આપમાં જોડાઈ છું. પાર્ટી જે નિર્ણય લેશે તે હું સ્વીકારીશ. ચૂંટણી લડવાની દરેક કાર્યર્ક્તાની ઈચ્છા હોય છે. હવે પાર્ટી જે નક્કી કરશે તે મુજબ કાર્ય કરીશ. ભાજપની તાનાશાહી સામે દબંગાઈથી લડીશું.
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ એક બાદ એક મોટા ભૂકંપ સર્જાઈ રહ્યાં છે. એનસીપીથી નારાજ રેશમા પટેલ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. રેશ્મા પટેલ આજે (બુધવાર) સવારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. એટલુ જ નહિ, આપ રેશમા પટેલે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવશે એવી શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે રેશમા પટેલ આંદોલનના જૂના સાથી હાદક પટેલ સામે વિરમગામમા મેદાને ઉતરશે.
ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપીએ ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધું છે. જે બાદ એનસીપી નેતા રેશ્મા પટેલ નારાજ હતા. આ સાથે સૌરાષ્ટ્રની કોઇપણ બેઠક પર એનસીપીને મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું. તેથી રેશ્મા પટેલની ગોંડલથી ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. જોકે, બાદમાં તેમણે એક નિવેદનમાં કહ્યુ હતું કે, તેઓ ગોંડલથી ચૂંટણી નહિ લડે, પરંતું ગોંડલના રાજકારણમાં સક્રિય રહેશે. ત્યારે નારાજ રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે.