ભાજપના જ કોર્પોરેટરે રૂપિયા લઈ ગેમઝોનનું ડિમોલિશન અટકાવ્યું હતું

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં એકબીજા પર દોષનો ટોપલો મૂકવામાં આવી રહ્યો છે. પણ હીકક્ત એ છે કે, સૌથી મોટી ભૂલ સિસ્ટમની છે, જેને કારણે ૨૭ લોકો જીવતા ભૂંજાયા. આગકાંડ બાદ હવે નવા નવા આરોપ થયા છે. રાજકોટ મનપાના અધિકારીઓની સંડોવણી બાદ પદાધિકારીઓની પણ સંડોવણીઓ ખુલી છે. ભાજપના જ કોર્પોરેટરે રૂપિયા લઈ ગેમઝોનનું ડિમોલિશન અટકાવ્યું હતું તેવો આરોપ ઉઠતા જ ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, અડધું રાજકોટ ગેરકાયદેસર છે. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ છે.

મહત્વનું છે કે, એક વર્ષ પહેલા જ ટીઆરપી ગેમઝોનનું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. જો કે, તો પણ ગેમઝોન દુર્ઘટનાના દિવસ સુધી ચાલી રહ્યો હતો. ત્યારે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ ધડાકો કર્યો કે, ભાજપના જ કોર્પોરેટરે અટકાવ્યું હતું ગેમઝોનનું ડિમોલિશન. સપ્ટેમ્બર ૨૦૨૩માં આગ લાગી ત્યારે કોર્પોરેટરોનો સંપર્ક કરાયો હતો. ત્યારે ભાજપના કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરી ડિમોલિશન અટકાવ્યું હતું. ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરવામાં આવી હતી. અધિકારીઓએ આધિકારિક જાણકારી આપવાનો ઈક્ધાર કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે કોર્પોરેટરનું નામ ખૂલ્યું છે. ત્યારે આગામી સમયમાં કોર્પોરેટરોની પણ પૂછપરછ થઈ શકે છે. આ મામલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ખુલાસા કર્યા કે, ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા મેં આકટેકનો સંપર્ક કરાવ્યો હતો. ગેરકાયદેસર બાંધકામો ટીપીઓ સાગઠિયા કાયદેસર કરી આપતા હોવાનું તેમણે કબૂલ્યું. સાગઠિયાની અનેક આકટેકો સાથે સાંઠગાંઠ હતી અને વહીવટ કરી કાયદેસર કરી આપતા. અમારી ભૂલ એટલી જ કે અમે ક્યારેય સરકારનું યાન દોર્યું નહોતું.

વોર્ડ નં ૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ વાતચીતમાં કહ્યું કે ગેમઝોન કાયદેસર કરવા પ્રકાશ જૈનના કાકા વી.ડી.જૈનને મને સંપર્ક કરાવ્યો હતો. આકટેકને સંપર્ક કરાવી આપ્યો હતો અને ઇમપેક્ટ ફી ભરી કાયદેસર કરાવી આપવા કહ્યું હતું.ટીઓપી અને આકટેકની સાંઠગાંઠની સાયકલ હોય છે. રૂપિયા દીધા વગર કોઈ કામ જ થતું નથી. અડધું રાજકોટ ગેરકાયદેસર છે. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ છે.