હાલોલમાં ભુંડ પકડવાની અદાવતે ચાર શખ્સોએ પાવાગઢ રોડ ઉપર વાહન ચાલક વ્યકિત ઉપર પથ્થર અને તલવારથી હુમલો કર્યો

હાલોલમાં ભુંડ પકડવાની ધંધાકિય હરીફાઈને પગલે ચાલતી અદાવતના પગલે પાવાગઢ રોડ પર ચાલતા વાહન પર પથ્થર મારી એક વ્યકિત પર તલવાર વડે હુમલો કરનાર શખ્સ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવા પામી છે.

હાલોલના જાંબુડી ગામે કોતર ફળિયામાં રહેતા ઓમકાર મોહનસ્ગિં શીખ(ઉ.વ.19)પોતાની માસી મંગલકોર અને બલમતકોર સાથે પોતાની પીકઅપ ગાડી લઈ હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ કાળી ભોંય ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા. તેઓની ગાડી પાછળ એક પીકઅપ ગાડી લઈ જોગીન્દરસિંગ નાનકસિંગ તથા સાજનસિંગ જોગીન્દરસિંગ તથા ખન્નાસિંગ નાનકસિંગ ત્રણ વ્યકિત (રહે.કાલોલ,)અને ભોલસીંગ (રહે.જાંબુઘોડા)એમ ચાર શખ્સો આવી પહોંચ્યા હતા. ઓમકાર શીખની પીકઅપ વાનને ઓવરટેક કરી તેઓની ગાડીમાંથી ચાર પૈકી એક ઈસમે ઓમકાર શીખની પીકઅપ વાન પર પથ્થર મારી આગળનો કાચ તોડ્યો હતો.જેને લઈ પાવાગઢ રોડ પર આસોપાલવ હોટલ પાસેઓમકાર શીખે પોતાની ગાડી ઉભી રાખતા જોગીન્દર સિંગ, ખન્નાસિંહ, ભોલાસિંગ અને સાજનસિંગ ત્યાં ધસી આવ્યા હતા. જેમાં સાજનસિંગના હાથમાં તલવાર હતી. જેમાં ચાર શખ્સોએ ઓમકાર શીખને ગાળો બોલી હતી. સાજનસિંગે તેના હાથમાની તલવાર ઓમકારને ડાબા હાથમાં મારી દીધી હતી. જેમાં ગભરાઈ ગયેલ ઓમકાર ત્યાંથી ભાગી જતાં આ ચાર શખ્સો પણ સ્થળ પરથી ચાલ્યા ગયા હતા. જે બાદ તલવારથી ઈજાગ્રસ્ત થયેલા ઓમકાર શીખે કાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલોલ ટાઉન પોલીસ મથકે આ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ ઓમકાર શીખ પર હુમલો કરનાર ચાર શખ્સો સહિત ઓમકાર મોહનસિંગ શીખના પરિવાર વચ્ચે ભુંડ પકડવાની ધંધાકિય હરીફાઈના કારણે અવાર નવાર ઝધડાઓ અને મારામારી થતી રહે છે. જેમાં અગાઉ પણ આ બંને પક્ષો વચ્ચે મારામારીની ધટનાઓ બની છે.