ગોધરા તાલુકાના જુનીધરી ગામે 42 વર્ષિય મહિલાએ ઝધડો તકરાર થતાં કોઈ અજાણી ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે ગોધરા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના જુનીધરી ગામે રહેતી કૈલાશબેન ડાહ્યાભાઈ માછી(ઉ.વ.42)એ ધરમાં ઝધડો તકરાર થયેલ હોય જેને લઈ મનમાં લાગી આવતા પોતાના ધરમાં કોઈ અજાણી ઝેરી દવા પી જતાં સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.