હાલોલના શિવરાજપુર નજીક કાકલપુર પાસેથી યુવાનની પ્રેમ સંંબંંધમાંં હત્યા : પ્રેમીકા અને નવા પ્રેમી દ્વારા હત્યા કરાયેલનો ભેદ ઉકેલાયો

હાલોલ,હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક કાકલપુર પાસેથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ મૃતદેહનો ભેદ ઉકેલી નાખવામાં પાવાગઢ પોલીસને સફળતા મળી છે. યુવકની હત્યા પ્રેમ પ્રકરણ થઈ હોવાનો ખુલાસો થવા પામ્યો છે. યુવકની હત્યા યુવતીએ નવા પ્રેમી અને તેના મિત્રો સાથે મળી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યાનો મુખ્ય આરોપી નિમેશ સુરેશ બારીયા અને કાયદાના સંઘર્સમાં આવેલ યુવતીની અટકાયત કરી હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.

હાલોલ સિવરાજપુર નજીક કાંકણપુર પાસે રોડ ની સાઈડ માં પુલ નીચે બાઇક પાસે યુવક ની હત્યા કરાયેલ હાલત માં યુવક નો મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં પાવાગઢ પોલીસે અજાણ્યા હત્યારો વિરૂદ્ધ ગુન્હો નોધી હયુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સની મદદ સાથે તપાસ હાથ ધરતા મૃતક યુવક નવાકુવા ગામનો કીર્તન વિષ્ણુભાઈ બારીયા હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘટનાની રાત્રે કીર્તન ફોન પર કોઈની સાથે ગાળા ગાળી કરતો કરતો મોટર સાયકલ લઈ ઘરેથી નીકળ્યો હતો અને સવારે તેનો મૃતદેહ કાંકણપુર પાસે થી મળી આવ્યો હતો.

કીર્તન બારીયાને નજીકના ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેની હત્યા તેની પ્રેમિકા અને અને નવા પ્રેમી નિમેષ સુરેશ બારીયા અને તેના મિત્રો કમલેશ નરવત બારીયા ઉ.20 રહે વાવ ઘોઘંબા કમલેશ નરવત બારીયા ઉ.24 રહે ઝાબ ઘોઘંબા, સુમિત રમેશ બારીયા ઉ 20 રહે ઝાબ ઘોઘંબા એ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી કીર્તન બારીયાની હત્યા ને અંજામ આપ્યો હતો. યુવતી એ નિમેષ ને ફરિયાદ કરી હતી કે કીર્તન તેને બ્લેકમેલ કરે છે, ગાળો બોલે છે અને મને અવાર નવાર હેરાન કરે છે, તેમ કેહતા નિમેષ ગુસ્સે થયો હતો અને કીર્તન પ્રેમ સંબંધમાં કાંટો બનતો હોય યુવતી અને નિમેષ એ કીર્તનની હત્યા કરવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. કીર્તનની હત્યા માટે નિમેશે તેના ત્રણ મિત્રોને તૈયાર કર્યા હતા. પ્રિપ્લાન મુજબ ઘટનાની રાત્રે યુવતી એ કીર્તનને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. જ્યાં પ્લાન મુજબ યુવતીના ગામ બહાર કાચા રસ્તા પર નિમેષ અને તેના મિત્રો હથિયારો સાથે રોડની સાઈડમાં અંધારામાં સંતાઈને ઉભા હતા. જ્યાં કીર્તન મોટર સાયકલ લઈ પ્રસાર થતા જ નિમેશે કીર્તનને માથામાં દંડો મારી દેતા કીર્તન મોટર સાયકલ સાથે નીંચે પડી ગયો હતો. જ્યાં ચેન કપ્પો લાકડી પાઇપો લઈ કમલેશ ઝાબ કમલેશ વાવ સુમિત બારીયા અને નિમેષ કીર્તન પર તૂટી પડ્યા હતા. કીર્તનને ઉપરા છાપરી ઘા વાગતા કીર્તન ત્યાંજ ફસડાઈ ગયો હતો. કિર્તન મરી ગયો હોવાનું જાણી નિમેષ અને કમલેશ વાવ કીર્તન નીજ બાઇક પર કીર્તનને વચ્ચે બેસાડી કીર્તનને કાંકલપુર પાસે આવેલ કોતરના પુલ પરથી બાઇક સાથે નીચે ફેંકી દઈ ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો.

પોલીસે હત્યારા નિમેષ બારીયાની ધરપક કરી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકટ્રકસન કરાવી કોર્ટમાં રજૂ કરી રીમાંડની કાર્યવાહી સાથે કાયદાના સંઘર્સમાં આવેલ યુવતીને ગોધરા જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.