કાલોલ અલવા નજીક નર્મદા પાઇપ લાઇનમા એક વર્ષ થી લીકેજ તંત્ર ના આંખ આડા કાન નજીકમાં આવેલ શાળાના બાળકોને તકલીફ

કાલોલ, કાલોલ તાલુકાના અલવા ગામ નજીક આવેલ અમૃત વિદ્યાલય પાસેથી પસાર થતી નર્મદા પાઇપલાઇન માં છેલ્લા એકાદ વર્ષથી લીકેજનો પ્રશ્ન અમૃત વિદ્યાલયના મેન ગેટ પાસેથી પસાર થતી તરવડા, અલવા, ફતેપુરીના ગામોમા ખેડૂતોને પાણી પુરી પાડતી પાઇપલાઇનમાં છેલ્લા એક વર્ષ થી લીકેજને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શાળા સત્તાધિશો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ પણ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી. શાળાનો પોતાનો પાણીનો બોર નજીકમાં હોય આ લીકેજના કારણે શાળાનો પોતાનો બોર એક વાર રિપેર કરાયો હતો અને હાલ બોર ધોવાઈ ગયો છે અને ધરાસાઈ થઈ ગયો છે. હાલ શાળા ઓમાં વેકેશન ના કારણે રીપેરીંગ થાય તેવી માંગ છે અને લીકેજના કારણે બોર ધોવાણ થયું હોવા થી ચાલુ શાળાના સમય દરમિયાન સ્કૂલના બાળકોને પીવાનું પાણી માટે ટેન્કરો મારફતે પાણી મંગાવવાની ફરજ પડે છે. હાલમાં પાઇપલાઇનનો વાલ બંધ કરવાથી લીકેજ અટકી ગયું છે, તેમ છતાં પણ વહીવટી તંત્રના સત્તાધીશો આ બાબતે કઈ કહેવા તૈયાર નથી. આ બાબતે નિગમના અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કરતા એક વર્ષથી લિકેજ હોવાની વાતને ટાળી દીધી છે અને હું તપાસ કરાવી લઉં માણસ મોકલુ તેવું આશ્વાસન આપ્યું છે. ત્યારે નિગમના પાઇપ લાઇન માંથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. તેની જવાબદારી કોની તેવા અનેક સવાલો ઉઠી રહયા છે. જેથી વહેલી તકે પાણી લીકેજ બંધ થાય તે જરૂરી.