ગોધરા, થેલેસેમિયાએ માતા-પિતા તરફ્થી બાળકને મળતો આનુવાંશિક રોગ છે. થેલેસેમિયા એ એક લોહી સંબંધિત રોગ છે. ઘરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળક હશે તે ઘર આર્થિક અને માનસિક રીતે થાકી જાય છે. આ બાળકની જિંદગી લાંબી હોતી નથી. આ રોગ આનુવાંશિક છે, એટલે તેને અટકાવવા લોકજાગૃતિ જ એક માત્ર શ્રોષ્ઠ ઉપાય છે.
લોક જાગૃતિના ભાગરૂપે શ્રી સ્વામી લિલાશાહ આશ્રમ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ ગગનભાઈ હરવાની અને આશ્રમની કમિટી દ્વારા ગોધરાના વિખ્યાત ગાયનોકલોજિસ્ટ ડો. સુજત વલી અને પ્રેસિડન્ટ ટ્રાવેલ્સ ગોધરાના સી. ઇ.ઓ સુરેશભાઈ દેરાઈ ના સહયોગથી તા.9.6.2024 ને રવિવારે “થેલેસિમિયા કેમ્પ” અને “રકતદાન શિબિર”નું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં સમાજના ડોકટરો દ્વારા 10 વર્ષ થી ઉપરની ઉમરના તમામ બાળકો અને જેઓના લગ્ન ન થયેલ હોય તેવા દીકરા દીકરીઓએ તેનો બિંનચૂક લાભ લેવા વિનંતી કરેલ છે.
રકતદાન કેન્દ્ર થેલેસેમિયાગ્રસ્ત માટે વિના મૂલ્યે રક્ત આપી તેને ત્યાં જ વિના મૂલ્યે લોહી ચઢાવી આપવામા આવે છે. આ કેમ્પમાં વધુમાં વધુ રકતદાન કરવા પણ સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન સમિતિ વતી અનુરોધ કરવામાં આવેલ.