પંંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને બાતમીના આધારે કાલોલ પોલીસ મથકના લુંટના ગુનાના આરોપીને ઝડપ્યો

ગોધરા,પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, કામરેલ પોલીસ મથકના લુંટના ગુનાના વોન્ટેડ આરોપી યાસીન જરદા ગોધરા સીટી બેંક પાસે ઉભો છે. તેવી ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને કામરેજ પોલીસને જાણ કરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કામરેજ પોલીસ મથકના લુંટના ગુનામાં વોન્ટેડ અને નાસતો ફરતો આરોપી યાસીન યુસુફ જરદા અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે આરોપી હાલમાં ગોધરા સીટી બેંંક પાસે ઉભો છે. તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને આ બાબતે કામરેજ પોલીસને જાણ કરી કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી છે.