નિતીશકુમાર પલટાઈ જાય તો પણ ભાજપ એનડીએની સરકાર બનાવી શકે છે

કોંગ્રેસ છેલ્લા ૧૦ વર્ષતી સત્તાની બહાર છે. અને હવે ઈચ્છે છે કે કોઈપ રીતે સરકારનો હિસ્સો બને અને ભાજપને દૂર કરવામાં આવે. દરમિયાન સમગ્ર દેશની નજર નિતીશ કુમાર અને આંધ્રપ્રદેશમાં જીતેલા ચંદ્રબાબુ નાયડુ પર ટકી છે.લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોમાં કોઈ પક્ષને બહુમત મળ્યો નથી. ભાજપ સૌથી વધુ ૨૪૦ બેઠકો સાથે સૌથા મોટી પાર્ટી છે. પરંતુ બહુમતથી ૩૨ સીટો દૂર છે. એ જ કારણ છે કે પરિણામ આવ્યા બાદથી જ સસ્પેન્સ બનેલું છે અને સરકાર બનાવવા માટે રસાક્સી જામી છે. ઈન્ડિયા અલાયન્સના તેજસ્વી યાદવ અને પવન ખેડા જેવા નેતાઓનું રકહેવું છે કે ભાજપને બહુમત મળ્યો નથી અને અમે સરકાર બનાવવા માટે કોઈ પણ હદે જઈશું. કોંગ્રેસ છેલ્લા દસ વર્ષતી સત્તાની બહાર છે અને હવે ઈચ્છે છે કે કોઈપણ રીતે સરકારનો હિસ્સો બને અને ભાજપને બહાર કરવામાં આવે.

નિતીશ કુમાર અને ચંદ્ર્બાબુ નાયડુ પર નજર હોવાનું કારણ નિતીશ કુમાર પહેલા પણ કેટલીય વાર અહીં તહી જઈ ચુક્યા છે. બુધવારે સવારે પટનાથી દિલ્હી આઈ વિસ્ટારાની ફ્લાઈટમાં જ્યારે નિતીશ કુમાર અને તેજસ્વી યાદવ આગળ પાછળની સીટ પર જોવા મળ્યા ત્યારબાદ જેને કારણે કસ્ણકશ વધી ગઈ હતી. દરેકની નજર સીટ સમીકરણ પર છે કે નિતીશ કુમાર જો એનડીએને બદલે ઈન્ડીયા અલાયન્સ સાથે જતા રહ્યા તો મોદી સરકારનું શું થશે. નિતીશ કુમાર ૧૨ સીટ લાવીને એનડીએની મહત્વની કડી બની ગયા છે, પરતું તો તે પલટાઈ ગયા તો ઈન્ડિયા અલાયન્સ સરકાર બનાવવા માટે ૨૭૨ વાળા જાદુઈ આંકડા સુધી નહી પહોંચી શકે.

હવે તેને કારણે એનડીએને થયેલા નુકશાનની વાત કરીએ તો તેને નિતીશના જવાથી ઝટકો જરૂર લાગશે પરંતુ કેટલાય અન્ય સહયોગીઓના ભરોસે તે સત્તામાં આવી શકે છે. ભાજપને ૨૪૦ સીટો મળી છે અને ચંદ્રાબાબુની ૧૬ સીટો છે. બન્નેને ભેગા કરીએ તો આંકડો ૨૫૬ થઈ જાય છે. ત્યારબાદ એકનાથ શિંદેની સિવસેના પાસે ૭ સાંસદ છે. આ રીતે આંકડો ૨૬૩ થી જાય છે. ઉપરાંત પોતાને મોદીના હનુમાન કહેનારા ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે.

તો આ આંકડો ૨૮૬ થઈ જાય છે. આંદ્રની જનસેના પાસે ૨ અને જયંત ચૌધરીની આરએલડી પાસે પણ બે સીટ છે. અપના દલ અને અજીત પવારની પણ એક એક સીટ છે. આ સીટોને ભેગી કરીએ તો ૨૭૪નો આંકડો થઈ જાય છે. આ પાર્ટીઓ સિવાય પંજાબમાં ભાજપની સહયોગી રહેલી અકાલી દળ પણ એક સીટ જીતી છે. ભાજપ જો પ્રયાસ કરે તો તેનો સાથ મળી શકે છ. જીતનરામ માઝીની પાર્ટી એચએએમ અને આસામમાં ભાજપની સહયોગી આસામ ગણ પરિષદ પણ એક સીટ જીતી છે. આ તમામનો સાથ મળે તો પછી એનડીએ કુલ ૨૭૭ સીટ સાથે સરળતાથી સરકાર બનાવી શકે છે.