રાજકોટ અગ્નિકાંડમાં નવો વળાંક: ગમે ત્યારે નેતાઓના નામ સામે આવી શકે છે

રાજકોટ અગ્રિકાંડ કેસમાં એસઆઈટી દ્વારા વધુ સમય માંગવામાં આવ્યો છે. ૧૦ દિવસમાં રિપોર્ટ તૈયાર ન થયો હોવાથી વધુ સમયની માંગ કરવામાં આવી છે. ત્યારે હજુય કેટલાક લોકોનાં નિવેદન લેવાનાં બાકી હોવાનો હવાલો આપ્યો છે. તેમજ રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થતા એસઆઈટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સન્સલ્ટન્ટે એસઆઈટી સમક્ષ ધડાકો કર્યો છે. એનઓસી બાબતે અરજી વખતે ફાયર સેફ્ટી નાં ક્યાં ક્યાં સાધનો વસાવવા પડે તેનું ચેક લિસ્ટ આપ્યું હતું. જે બાદ ટીઆરપી ગેમ ઝોનનાં માલિકોએ કહ્યું હતું કે આ તો બહુ મોંઘું પડે કહી ફાયર સેફ્ટી નાં સાધનો વસાવ્યા ન હતો. તેમજ સંચાલકોએ પૈસા વધુ ખર્ચવાનું ટાળી ફાયર સેફ્ટી ના સાધનો લેવાનું ટાળ્યું હતું.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ફાયર એનઓસી માટે કડક વલણ અપનાવ્યું છે. જેમાં મનપાનાં નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં આવ્યું છે. વેપારીને એનઓસી મામલે હેરાન કરવા ચેમ્બરે મનપાને કહ્યું છે. તેમજ ફાયર એનઓસી માટે ખોટી રીતે વેપારીઓને હેરાન ન કરવા રજૂઆત કરી છે.