લીમખેડાના ગોરીયા ગામના 40 વર્ષીય યુવાન ટે્રનની અડફેટમાં આવી જતાં મોત

દાહોદ,
લીમખેડા તાલુકાના ગોરીયા ગામે નિશાળ ફળિયાના 40 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગોટીયા ગામે રેલ્વે લાઈન પર ટ્રેનની અડફે આવી જતાં સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર પરમ દિવસ તા. 14-11-2022ના રોજ રાત્રીના સમયે ગોટીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા 40 વર્ષીય નરવતભાઈ હીરાભાઈ ડીંડોરે કોઈ અગમ્ય કારણોસર ગોરીયા ગામે રેલ્વે લાઈન પર પડતું મૂકવાનો પ્રયાસ કરતા રેલ્વે ટ્રેનની અડફેટમાં આવી જતાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ કરતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃત્તક નરવતભાઈ હીરાભાઈ ડીંડોરની લાશનો કબજો લઈ લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે સી.આર.પી.સી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથધરી છે.