પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી એટલી હદે કથળી ગઇ છે.કે, જેના દાખલારૂપે કાયદાના રખેવાડ પોલીસ કર્મચારીઓના મકાનોને તસ્કરોએ નિશાન બનાવીને ખુલ્લો પડકાર આપતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હજુ પોલીસ ક્વાર્ટર્સની ચોરી ચોપડે ચડી ત્યાં અબડાસા તાલુકાના વાયોર નજીક અલ્ટ્રાટેક કંપનીની સેવા ગ્રામ ટાઉનશીપમાં એક સાથે સાત સાત મકાનનોના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના ઘરેણા રોકડ મળીને ૨ લાખ ૯૭ હજારના મુદમાલની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે.
વાયરો પોલીસ મથકે મુળ મધ્યપ્રદેશના હાલ વાયર અલ્ટ્રાટેક કંપનીની સેવાગ્રામ ટાઉનશીપમાં રહેતા અને માઇન્સ મેકેનીકલ તરીકે નોકરી કરતા વિજયકુમાર લક્ષ્મીપ્રસાદ ગુપ્તાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ સોમવારે રાત્રીના બાર વાગ્યાથી મંગળવારના સવારે છ વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદીનું મકાન ટાઉનશીપમાં એચ ટાઇપ બ્લોક નંબર ૩૯ના રૂમ નંબર ૧૫૬માં આવેલું છે. સોમવારે રાત્રે ફરિયાદી અને તેમનો પરિવાર મકાના ધાબા પર સુતા હતા.
દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ તેમના મકાનનું તાળું તોડીને અંદર સરસામાન વેરવિખેર કરીને બેડરૂમમાં લોખંડના કબાટમાંથી પર્સમાં રાખેલું સોનાનુ દસ ગ્રામનું મંગળસૂત્ર કિંમત રૂપિયા ૬ હજાર, ૨૦ ગ્રામનો સોનાનો હાર કિંમત રૂપિયા ૯૪ હજાર, પાંચ ગ્રામની સોનાની બુટી એક જોડ કિંમત રૂપિયા ૧૪ હજાર, દસ ગ્રામની સોનાની બે વીંટી કિંમત રૂપિયા ૩૩ હજાર, એક હજારની સોનાની નથ, રૂપિયા ૬૦ હજારનું સોનાનું પેન્ડલ, રૂપિયા ૨૦ હજારની ચાંદીની પાયલ નંગ ૪, તેમજ ચાંદીની વાટકી તથા ચમચી કિંમત રૂપિયા ૫ હજાર, ચાંદીની બંગડી નંગ ૩ કિંમત રૂપિયા ૪ હજાર, તેમજ કબાટમાં રાખેલા રોકડા રૂપિયા ૬૦ હજાર મળીને કુલે રૂપિયા ૨ લાખ ૯૭ હજારની ચોરી કરી ગયા હતા.
દરમિયાન તપાસ કરતાં એચ ટાઇપના રૂમ નંબર ૧૫૪માં રહેતા મનજીતસિંઘ કે, તેમજ રૂમ નંબર ૧૬૩માં રહેતા દિનેશભાઇ કુસ્વાહ, રૂમ નંબર ૧૮૫માં રહેતા શૌકીનભાઇ જાટીયા, રૂમ નંબર ૧૮૩માં રહેતા વિકાસ વિશ્વકર્મા , રૂમ નંબર ૧૯૨ સુરજભાઇ પાંડે, રૂમ નંબર ૧૬૦માં રહેતા બીહારીલાલના મકાન સહિત સાત મકાનમાં રહેતા કર્મચારીઓ રજામાં બહાર ગામ ગયા હોઇ તસ્કરોએ તેમના મકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. જો કે, મકાનમાં રહેતા કર્મચારીઓ બહાર ગયા હોઇ કેટલા મુદમાલની ચોરી થઇ તે હજુ બહાર આવ્યું નથી વાયરો પોલીસે બનાવની નોંધ લઇ તસ્કરોનો તાગ મળેવા તપાસ શરૂ કરી છે.
તસ્કરોએ ઘરના કબાટમાંથી દાગીના ભરેલું પર્સ અને દાગીનીની ડબ્બી થેલી ખાલી કરીને ટાઉનશીપની બાઉન્ડ્રીની બહાર ખેંકી ગયા હતા. જ્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવા પોલીસે તજવીજ કરી છે. તો, એચ ટાઇપ બ્લોકના રૂમમાંથી જ્યાં ચોરી થઇ હતી. તે બ્લોકની સામે લાખેલા સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.