દાહોદ બસ સ્ટેશન પર ચાર મહિલાઓના પોટલા માંથી 85 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,
દાહોદ બી ડીવીઝન પોલીસે દાહોદ બસ સ્ટેશન પર પોટલા લઈને ઉભેલ શંકાસ્પદ લાગતી ચાર મહિલાઓના પોટલાની તલાસી લઈ રૂપિયા 85 હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડી ચારે મહિલાઓની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના બસ સ્ટેશન પર ગરબાડાના નઢેલાવ ગામના પટેલ ફળિયામાં રહેતી કબુબેન મીથુનભાઈ હઠીલા, સાંગા ગામના નિનામાન ફળિયાના મૂળ વતની અને હાલ અમદાવાદ અંબીકાટ્યુબના કાચા છાપરા વટવા ખાતે રહેતી રેતુબેન મનીષભાઈ રૂમાલભાઈ મિનામા, ગરબાડાના આમલી ખજુરીયા ગામની મૂળ રહેવાસી અને હાલ અમદાવાદ વટવા ખાતે રહેતી સાજનબેન ગોપાળભાઈ માવજીભાઈ કલારા તથા ગરબાડાના માતવા ગામના ડામોર ફળિયાની અબુબેન શંકરભાઈ જવલાભાઈ ડામોર એન ચારે મહિલા અમદાવાદ જવા માટે પોતાના પોટલા સાથે ઉભી હતી અને બસ સ્ટેશન પર ફરજ પરની પોલીસને જોઈ આ ચારે મહિલાઓ આઘી પાછી થતાં એ ચારે મહિલાઓની હિલમાલ પોલીસને શંકાસ્પદ લાગતાં પોલીસે તે ચારે મહિલાઓના પોટલાની તલાસી લઈ ચારે મહિલાઓના પોટલાઓમાંથી પોલીસે રૂા. 85,501ની કુલ કિંમતના ભારતીય બનવટના વિદેશી દારૂ તતા બીયરની કુલ બોટ નંગ-803 પકડી પાડી ઉપરોક્ત ચારે મહિલાઓની અટક કરી ચારે મહિલાઓ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.