દેશમાં લોક્સભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ૨૪૦ બેઠક મેળવીને ભાજપ બહુમતથી દૂર થઈ રહી. જયારે કોંગ્રેસને ૯૯ બેઠક મળી છે. ૫૪૩ સાંસદોમાંથી ૯૦ ટકાથી વધુ કરોડપતિ છે, તેમાંથી બે સૌથી ધનિક સાંસદોની સંપત્તિ ચોંકાવનારી છે. એવામાં જાણીએ કે સૌથી યુવા સાંસદ કોણ છે અને તેના વિરુદ્ધ કેટલા ગુનાઇત કેસ નોંધાયેલા છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુજબ, ૪૦ ટકાથી વધુ આઉટગોઇંગ સાંસદો સામે ફોજદારી કેસ છે. ૨૨૫ ચૂંટાયેલા સાંસદો સામે કેસ નોંધાયેલા છે, જેમાંથી ૧૪૯ વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ વખતે લોક્સભાની ચૂંટણીમાં ૮ હજારથી વધુ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, જેમાંથી ૧૬૦૦થી વધુ ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
છેલ્લા ૧૫ વર્ષમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર સૌથી અમીર ઉમેદવાર જીતવામાં સફળ રહ્યો હતો. ચૂંટણી જીતનારા ૯૦ ટકાથી વધુ સાંસદો કરોડપતિ છે. આંધ્રપ્રદેશના ગુંટુરથી ટીડીપીના ઉમેદવાર ડૉ. ચંદ્રશેખર પોમા સામી જીત્યા છે. તેમની કુલ સંપત્તિ ૫૭૦૫ કરોડ રૂપિયા છે. બીજા ક્રમે ૪૫૬૮ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક કોંડા વિશ્વેશ્વર રેડ્ડી છે, જેઓ તેલંગાણાની ચેવેલ્લા બેઠકથી સાંસદ બન્યા છે.
વર્ષ ૧૯૫૨માં ચૂંટાયેલા સાંસદોની સરેરાશ ઉંમર ૪૬.૫ વર્ષ હતી. આ પછી સાંસદોની સરેરાશ ઉંમર વધતી ગઈ અને વર્ષ ૨૦૧૪માં તે ૫૭.૯ વર્ષ થઈ ગઈ. જયારે ૨૦૧૯માં સાંસદોની સરેરાશ ઉંમર ૫૭.૯ અને ૨૦૨૪માં ૫૬.૬ છે. મછલીશહરના સપાના પ્રિયા સરોજ અને કૌશામ્બીથી પુષ્પેન્દ્ર સરોજ સૌથી નાની ઉંમરના સાંસદ છે. બંનેની ઉંમર ૨૫ વર્ષની આસપાસ છે.