ઝાલોદ,ઝાલોદ તાલુકાના વેલપુરા ગામનો સુનીલભાઈ હિરાભાઈ ભગોરા તેની સાસરીમાંથી રામપુરા ગામે લગ્ન પ્રસંગ પતાવી તેના કુટુંબી સાળા સંજયભાઈ કલસીંગભાઈ ગરાસિયા એમ બંને જણા ધરે પરત જતી વેળા ચાકલીયા વિસ્તારના રામપુરા ગામે રોડ ઉપરથી સુનીલે બાઈકના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા સ્લિપ ખાઈ ગઈ હતી. જેમાં સુનીલને ગંભીર ઈજાઓ તથા તેના કુટુંબી સાળા સંજયને શરીરે સામાન્ય ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બંનેને 108 દ્વારા ઝાલોદ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુનીલને વધુ ઈજાઓ હોય દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુનીલનુ મોત નીપજયું હતુ. બંનેના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તેમજ ચાકલીયા ગામના સુરમલભાઈ રાયસીંગભાઈ કટારા અને કનુભાઈ કાળુભાઈ ડામોર બાઈક લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન ટવેરા કારના ચાલકે ટકકર મારતા બાઈક ચાલક કનુભાઈને બંને પગે ઈજાઓ તેમજ પાછળ બેઠેલ રાયસિંગભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોય ટવેરા ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. ચાકલીયા પોલીસે બંને અકસ્માત સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.