દે.બારીયા શહેરના કસ્બા, જાની ફળીયા તેમજ ઠાકોરવાડા વિસ્તારમાંં લો-વોલ્ટેજની સમસ્યા હલ કયારે અને કોણ કરશે તે યક્ષ પ્રશ્ર્ન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એમ.જી.વી.સી.એલ.ની બેદરકારી સાથે સાથે જે એજન્સીએ નવું ટાન્સફર્મર એજન્સી કાર્ય કરવામાં કેમ વિલંંબ કરી રહી છે. જે સમય મર્યાદામાં કાર્યના કરતી હોય તો તે એજન્સી અથવા નવિન ડીપી નાખવાનું કાર્ય કાર્યપાલક ઈજનેર હસ્તક હોય છે. ચોમાસું માથે છે પ્રિમોન્સુનના કાર્યો 15 જુન પહેલા સમાપ્ત કરવાના હોય છે. તેમ છતાં નવિન ડીપી નાખવાની છે એ પણ બે મંંગળવાર મેન્ટનન્સ કાર્ય વિતવા આવ્યા તેમ છતાં નવા ઠાકોરવાડા તેમજ કસ્બા વિસ્તારમાં લો-વોલ્ટેજની સમસ્યા હલ કરવામં આવતી નથી. એમ.જી.વી.સી.એલ.ના કોન્ટ્રાકટર ચોમાસા આવ્યા બાદ મૌનસુન અંગેની કામગીરી હાથ ધરશે તે મોટો સવાલ છે. પંચમહાલ સમાચારના પ્રતિદિનની આ સમસ્યા અંગે મૌખિક રજુઆત કરવા ગયા તો કોન્ટ્રાકટરને નવિન ડીપી નાખવા માટે કહેવામાં આવ્યું છે. એમ.જી.વી.સી.એલ. નવિન ડીપી લાવીને આપશે હોવાના કારણે આ વિસ્તારના ધરોમાંં પાણી પ્રેશરથી પુરવઠો મળતો નથી. જેથી એક વિસ્તાર પુરતો પાણીનો વાલ્વ એક કલાકના સમય પુરતો ખોલવામાં આવશે તો આ વિસ્તારના ધરોમાં પ્રેશરથી પાણી મળે તેવી તજવીજ હાથ ધરવામાંં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.