ગોધરા,ગોધરા નગર પાલિકા ફાયર વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં શેડમાં ચાલતા રસોડા તેમજ પુઠાનો જથ્થો સંગ્રહ કરનાર સ્થળોએ તપાસ કરાઈ હતી. ફાયર સેફટી ઉપરકરણો તેમજ ફાયર એન.ઓ.સી. અને બીજી પરમીશન ન હોય તેવા 3 રેસ્ટોરન્ટ અને 1 હોટલને બંધ કરવામાં આવ્યા.
ગોધરા નગર પાલિકા ફાયર વિભાગ દ્વારા શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર શેડમાં ચલાવતા રસોડાઓની તેમજ પુઠાના સંગ્રહ કરતા સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોધરા ફાયર વિભાગ દ્વારા બોમ્બે ચોપાટી, શ્રીકૃષ્ણ સ્વીટસ, હોટલ સતલુજ અને નાસ્તાવાલા નામની રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટમાંં ફાયર સેફટીના ઉપકરણો તેમજ ફાયર રેસ્ટોરન્ટ અને બીજી પરમીશન વગર ચાલતા 3 રેસ્ટોરન્ટ અને 1 હોટલમાં ફાયર સેફટીને લઈ ગંભીર બેદરકારી સામે આવતાં બંધ કરવામાં આવ્યા છે. ગોધરામાં બોમ્બે ચોપાટી નામની રેસ્ટોરન્ટની પાછળના ભાગે પતરાનો શેડ બનાવીને કોઇપણ જાતની ફાયર સેફટી વગર રસોડું ચલાવતું હતું. ગોધરા ફાયર વિભાગ દ્વારા રાજકોટ ગેમઝોનના બનાવ બાદ એકશનમાં આવીને ફાયર સેફટીના ઉપકરણો ન ધરાવતા ધંધાકીય એકમો, હોટલો, રેસ્ટોરન્ટ જે ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લઈ ફાયર સેફટી અને ફાયર એન.ઓ.સી. વગર એકમોનાા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.