ગોધરા, તા. 5 જુન 2024ના વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ગોધરા સામાજીક વનિકરણ વિભાગ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, હાલોલ નગરપાલિકા અને ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ, નાયબ વન સંરક્ષક, ડો.મીનલ જાની, મદદનીશ વન સંરક્ષક વાય.વી.પુવાર, જે.ઓ.દુમાંડીયા,પ.વ.અ. વિ.રેજ, ઘોઘંબા,જી.પી.સી.બી.ના સિનિયર સાયન્ટીસ્ટ ડો.નિહારીકા, ચીફ ઓફીસર હીરલ ઠાકોર તથા રાજુભાઈ ઠકકર, નોડલ ઓફીસર, ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી, હાલોલ તથા વિવિધ કર્મચારીઓ અને વિવિધ કંપનીઓ ટોટો, સનફાર્મા,એલેમ્બિક,બી.ડી.આર ફાર્મા, જી.એફ.એલ.એમ.જી, મોટેસ, સી.એટ.ટાયર્સ.રૂબામીન, પોલીકેબ વગેરે નાં એન્વાયરમેન્ટલ હેલ્થ એન્ડ સિક્યુરીટી વિભાગ નાં કર્મચારીઓએ ગત વર્ષે બનાવેલ જેપુરા વન કવચ પધ્ધતીથી વાવેતર કરવામાં આવેલ તેની મુલાકાત લીધી હતી.
અત્રે ડો.મીનલ જાની, નાયબ વન સંરક્ષક, ગોધરા એ તમામને માત્ર દેશી(નેટીવ) અને સ્થાનીક પ્રજાતિઓ કે જે હજારો લાખો વર્ષો થી ગુજરાતની જ ભૂમિ ઉપર ઉગે છે. તેને જ ઉગાડવા માટે પ્રેરણા આપી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દેશી, સ્થાનીક પ્રજાતિઓ જેવી કે કડાયો, કુસુમ, ખાખરો, આકોલ, ઠિકરી, વાયવર્ણો, સિમડો, ભમ્મરછાલ, બોથી, બોન્ડારો, બીલી, બહેડા, રંગતરોહીડો, મોયણો, આકડો, નગોડ, બીયો, ટેટુ જેવા નેટીવ વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી તથા ઠિકરી, વાયવર્ણોનો વગેરે પ્રજાતિઓ નિવસનતંત્ર માટે કેટલી જરૂરી છે. તેની માહીતી આપી હતી.
વધુમાં ગોધરા સામાજીક વિભાગે ચાલુ વર્ષે પર.0 લાખ રોપા ઉછેરેલ છે. તેનાં વિતરણ તથા વાવેતર પણ ચાલુ વર્ષે કરવામાં આવશે. આમ, પર્યાવરણને મોટુ યોગદાન આપવામાં આવશે.તેમ જણાવ્યું.