લોક્સભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સૂત્રો મુજબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના ઘણા સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે. નોંધનિય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાને ૭ બેઠકો મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૭માંથી અડધાથી વધુ સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે. ઉદ્ધવ ઠાકરે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા માટે ગંભીર છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના ઘણા સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનું સામે આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. નોંધનિય છે કે, મહારાષ્ટ્રમાં થોડા મહિનાઓ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને જે રીતે ઇન્ડિયા ગઠબંધને મોટી જીત હાંસલ કરી છે તે શિંદેના નેતાઓને નર્વસ બનાવે છે. જરૂર પડશે તો ઉદ્ધવ શિંદેના સાંસદો એનડીએને તોડીને આંચકો આપી શકે છે.
ગઇકાલે જાહેર થયેલ લોક્સભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે. જોકે આ વખતે ઘણા રાજ્યો એવા હતા જ્યાં એનડીએ અને ભાજપનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. તે રાજ્યોમાંનું એક મહારાષ્ટ્ર છે. અહીં રાજ્ય સ્તરે રચાયેલ મહાયુતિ ગઠબંધન જેમાં ભાજપ-શિવસેના-એનસીપી પણ સામેલ છે તેમને માત્ર ૧૭ બેઠકો મળી છે. જેમાં ભાજપને ૯, શિવસેનાને ૭ અને દ્ગઝ્રઁને ૧ બેઠક મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૭માંથી અડધાથી વધુ સાંસદો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે.
મહારાષ્ટ્રમાં એમવીએ (મહા વિકાસ અખાડી)એ ૩૦ સીટો જીતી છે. દેશમાં યોજાયેલી લોક્સભા ચૂંટણીમાં એનડીએએ કુલ ૨૯૩ બેઠકો જીતી છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધને ૨૩૪ સીટો જીતી છે. આ પછી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે. હજુ પણ તેમની સરકાર બનાવવાની સંભાવના છે. આ જ કારણ છે કે સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અન્ય પાર્ટીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે ઇન્ડિયા ગઠબંધન માટે બહુમતી માટે ૨૭૨નો આંકડો એકત્રિત કરવો એટલું સરળ નહીં હોય.