મતવાળો મહિસાગર લાવશે…. મતદાનનો રંગ.
મહિસાગર,
મતદાનનો અવસર આવી રહ્યો છે. મહિસાગર જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર સવિશેષ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે મતદાન જાગૃતિ માટે અનેકવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અન્વયે વધુ મતદાન થાય તેમજ જિલ્લાના મતદારો મતદાન માટે જાગૃત થાય તે માટે જિલ્લાના છ તાલુકાના વિવિધ સ્થળોએ અવસર વાન તેમજ મેસ્કોટ પ્રદર્શન દ્રારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયુ.
મહિસાગર પણ પોતાના સારા ભાવિ માટે પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. એવામાં મહીસાગર જિલ્લાના ચુંટણી અઘિકારી દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર જિલ્લા સ્વિપ (વ્યવસ્થિત મતદાન શિક્ષા અને મતદાન ભાગીદારી) મેસ્કોટ તરીકે ડાહ્યોની પસંદગી કરાયેલ છે. જેને લોકો સમક્ષ રજુ કરાતા લોકોમાં આ કુતુહલનો વિષય બન્યો હતો. આ મેસ્કોટમાં મતવાળો મહિસાગર બનશે મતવાળો મહિસાગર લખેલ જોવા મળે છે.