લોક્સભા ચૂંટણીમાં અખિલેશ યાદવને સૌથી મોટો ફાયદો થયો, છ ગણી વધુ બેઠકો મળી

અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ રાજ્યમાં ૩૭ બેઠકો પર લીડ જાળવી રાખી છે. જો વલણ પરિણામમાં પરિવતત થાય તો ૨૫ વર્ષ પછી સમાજવાદી પાર્ટીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હશે.

બીજીતરફ ૪૦૦ સીટ પાર કરવાના નારા સાથે લોક્સભા ચૂંટણી લડનારી ભાજપને નિરાશા હાથ લાગી છે. હાલના ટ્રેન્ડ મુજબ તે ૨૪૦ સીટ પર જ આગળ છે. આ પ્રકારે બહુમતી પાછળ ૩૨ સીટો બાકી છે. તેમ છતાં એનડીએના સહયોગીઓ સાથે સરકાર બનાવવાના માર્ગ પર છે. આ તમામ પરિણામ વચ્ચે તમામ લોકોની નદર ઉત્તરપ્રદેશ પર છે. સમાદજવાદી પાર્ટીએ રાજ્યમાં ૩૭ બેઠકો પર પોતાની લીડ જાળવી રાખી છેે.

અગાઉ ૧૯૯૯ની સામાન્ય ચૂંટમીમાં સપાએ ૪૧ લોક્સભા બેઠકો જીતી હતી. ત્યારબાદ ૨૦૦૪માં તેના ૩૬ સાંસદો જીત્યા હતા. ઉપરાંત ૨૦૦૯માં પણ તેનો આંકડો માત્ર ૨૩ સીટનો હતો. બાદમાં ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં ભાજપની લહેર દરમિયાન તેને માત્ર પાંચ બેઠકો મળી શકી હતી. આ હાલતમાં આ વખતે ૩૭ બેઠક જીતવી તેના માટે મહત્વપુર્ણ રહેશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં પણ તે પાંચ પર જ રહી હતી. આમ આ રીતે જોવા જઈએ તો તેને છ ગણી સીટો વધુ મળશે. આ સફળતાથી અખિલેશ યાદવ માટે મોટી રાહત થઈ છે.

૨૦૧૭ માં વિધાનસભા ચૂંટણી હારતા પહેલા તેમને ૨૦૧૪ ની સામાન્ય ચૂંટમીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ૨૦૧૯ અને ૨૦૨૨ ની સામાન્ય ચૂંટણીમાં પણ અખિલેશને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેમની ૧૦ વર્ષની રાહ હવે પુરી થઈ છે. તેમની પાર્ટી રાજ્યામાં સૌથી વધુ સીટો જીતી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આમ યુપીમાં બે છોકરા અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના નારા કામ કરી ગયા. આ જીત સાથે સપાએ પણ પોતાની વોટ ટકાવારીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. રસપ્રદ વાત એ છે કે રાજ્યમાં ૪૧ ટકા વોટ મળવા છતા ભાજપને માત્ર ૩૩ સીટો પર જ લીડ મળી છે