ગોધરા, ગોધરા સ્વામિનારાયણ મંદિર પાછળ ભગવતી પાર્ક સોસાયટીમાં ફરિયાદીના મકાનને ચોર ઈસમોએ નિશાન બનાવ્યુ હતુ. અને ધરમાં તિજોરમાં રાખેલ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા સ્વામિનારાયણ મંદિર પાછળ ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતા સ્વાતીબેન ભગુભાઈ બામણીયાના મકાનને ચોર ઈસમોએ નિશાન બનાવ્યુ હતુ અને ધરમાં રાખેલ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના કિ.રૂ.2.50 લાખના મુદ્દામાલની ચોરી થઈ જતાં આ બાબતે ગોધર એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.