વિરપુર,વિરપુરના અણસોલીયા તળાવ ખાતે એક વર્ષ પહેલા સુવિધા પથ પનધટકામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આ કામની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થતાં એપ્રિલ-23માં પનધટ અને સુવિધા પથનુ કામ કોન્ટ્રાકટર દ્વારા ચાલુ થયેલ હતુ. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે કરવા છતાં તે કાર્ય પુર્ણ થયેલ નથી. જે કામ કર્યુ છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલ દેખાઈ રહ્યો છે. ટેન્ડર પ્રમાણે કામ કરેલ ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કામ પુર્ણ થયેલ નથી. આ કાર્ય કઈ યોજનામાં થયેલ છે. અને ગ્રાન્ટમાં ફળવાયેલા કેટલા નાણાંની વિગત સાથેની કોઈ તકતી પણ જોવા મળી રહી નથી. વિરપુરના જાગૃત નાગરિક દ્વારા કામ અંગે વિરપુર વહીવટદાર સાથે પુછપરછ કરતા 15માં નાણાંપંચની જિલ્લા પંચાયત ગ્રાન્ટ ફાળવેલ છે. તેનાથી વધુ કોઈ માહિતી તેઓ પાસે ન હોવાનુ જણાવી વધુ માહિતી માટે માર્ગ મકાન જિલ્લા પંચાયત હસ્તક અધિકારી પાસે મળશે. તેમ જણાવતા બાલાસિનોર ખાતે અધિકારીઓને પુછતા બધા એકબીજાના ખાતાનુ નામ આપી રહ્યા છે. જયારે કોઈને ખબર નથી આ કઈ ગ્રાન્ટમાંથી અને આ કામ કયા અધિકારીની દેખરેખમાં થયુ છે. તો બિલ કોણે પાસ કર્યુ તે એક તપાસનો વિષય છે. કોઈ અધિકારી પાસે કોઈ જ જવાબ નથી. માટે આની તપાસ થાય અને તેમાં દોષિત અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે.