ગોધરા, ગોધરા રેલ્વે સ્ટેશન પાસે આવેલ રેલ્વે ગોદી નજીકથી પસાર થતુ શહેરનુ સોૈથી મોટુ ગરનાળુ રેલ્વે તંત્ર માટે માથાનો દુ:ખાવો બન્યુ છે. ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન ગરનાળુ ઉભરાતા પાણી રેલ્વે ટ્રેક પર પહોંચી જાય છે. જેને લઈને રેલ્વેની ઈલેકટ્રીક સિસ્ટમ સદંતર ઠપ્પ થઈ જતા રેલ્વે વ્યવહાર ખોરવાયા કરે છે. વર્ષોથી સ્થિતિને લઈને રેલ્વે પાલિકા દ્વારા પાલિકાને અનેકવાર રજુઆત કરતા પાલિકા તંત્ર એકશનમાં આવ્યુ છે.
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે દિલ્હી-મુંબઈ તરફ જતી મુખ્ય ટ્રેનોની બે ટ્રેક પર ચોમાસા દરમિયાન નજીકમાંથી પસાર થતાં ગરનાળામાંથી પાણી આવી જતાં રેલ્વે તંત્રને ભારે દોડધામ વર્ષોથી કરવી પડે છે. ટ્રેક પર પાણી આવી જવાના કારણે પસાર થતી દરેક ટ્રેનોનો કલાકો સુધી ઉભી કરી દેવામાં આવે છે. જેને લઈને ટ્રેન વ્યવહાર ખોરવાયા કરે છે. અને ટ્રેનો કલાકો સુધી મોડી પડે છે. દર વર્ષે આ સ્થિતિ ઉભી થવાને કારણે રેલ્વે તંત્ર દ્વારા ગોધરા પાલિકાને અનેકવાર રજુઆતો કરવામાં આવતા હાલ પાલિકા એકશનમાં આવીને ટ્રેક પર જતા પાણીને રોકવા માટે આયોજન કરીને કામગીરીનો પ્રારંભ કરેલ છે.