સંતરામપુર, સંતરામપુર તાલુકાના પશ્ર્ચિમ ભાગોમાં આવેલા જંગલો જાળવણીના અભાવે અનેક વૃક્ષો લુપ્ત થવાના આરે છે. જંગલની દુર્દશાને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે. વન કર્મીઓ દ્વારા ઘ્યાન અપાતુ નથી તેવા આક્ષેપો કરાયા છે.
5 જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં વર્લ્ડ ગ્લોબિંગ દુનિયમાં મોટો પ્રશ્ર્ન ઉભો થવા પામેલ છે. જેને લઈને વિશ્વના દરેક દેશો દ્વારા વધુ વૃક્ષો ઉછેરવામાં આવે તેના પર ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુંથાના મુવાડા ખાતે એક મોટા વૃક્ષમાં આગ લાગી હતી. જેની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકો દ્વારા વનવિભાગે જાણ કરવામાં આવેલ હતી. છતાં પણ આગ ઓલાવવા માટે કોઈ અસરકારક પગલા ભરવામાં નહિ આવતા આગમાં વૃક્ષ બળીને ખાખ થઈ ગયુ હતુ. આવી ધટનાઓ વારંવાર બન્યા કરે છે. જેને લઈને આસપાસ જંગલો જાળવણીના અભાવે નષ્ટ થવાની આરે આવીને ઉભા રહ્યા છે. જંગલમાં મુખ્ય માર્ગ પર તારની વાડ પણ નથી. જેને કારણે પણ જંગલને નુકસાન થતુ રહે છે. જંગલમાં અલગ અલગ પ્રકારના ધટાદાર અનેક વૃક્ષો આવેલા છે. વન કર્મીઓ દ્વારા ઘ્યાન આપવામાં આવતુ નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો વન કર્મીઓ ઘ્યાન આપે તે જરૂરી છે. જંગલને બચાવવા માટે હાલ સામાજિક કાર્યકરો મેદાને આવ્યા છે.