ભરૂચ લોક્સભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો દબદબો યથાવત છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત થઇ છે. જેની સામે આપ નેતા ચૈતર વસાવાની કારમી હાર થઇ છે. ભરૂચની જનતાએ ૬ વખતના સાંસદ મનસુખ વસાવા પર ભરોસો અકબંધ રાખ્યો છે. મનસુખભાઈ ધનજીભાઈ વસાવાનો જન્મ ૧ જૂન, ૧૯૫૭માં નર્મદા જિલ્લાના જૂનારાજ ગામે થયો હતો. તેમણે બીએ, એમએસડબલ્યુનો અભ્યાસ કરેલો છે. મનસુખ વસાવા છેલ્લી છ ટર્મથી ભરૂચથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.
ભાજપના સાંસદ ચંદુભાઈ દેશમુખનું અવસાન થતાં ભરૂચ લોક્સભાની પેટાચૂંટણી યોજાઈ હતી અને મનસુખ વસાવાને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ભાજપની સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.અને એ રીતે ૧૯૯૮માં ભરૂચ બેઠકથી સાંસદ બન્યા હતા અને ત્યારથી તેઓ સતત અહીંથી ચૂંટાતા આવ્યા છે. તો અગાઉ ૧૯૯૫ રાજપીપળા (એસ.સી. અનામત) સીટ પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હતા. જોકે ૨૦૧૯માં ફરી વાર કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું નહોતું.
ભરૂચ બેઠક પર ૨૦૧૯ ના પરિણામની વાત કરીએ તો, ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને ૬,૩૭,૭૯૫ ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણને ૩,૦૩,૫૮૧ મત મળ્યા હતા. આ બાજુ બીટીપીના છોટુ વસાવાને ૧,૪૪,૦૮૩ ટકા મત મળ્યા હતા.
ભરૂચની લોક્સભા બેઠક પર ૨૦૧૪ ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને ૫,૪૮,૯૦૨ ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર જયેશભાઈ પટેલને ૩,૯૫,૬૨૯ મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના અનિલ ભગતને ૪૯,૨૮૯ ટકા મત મળ્યા હતા.ભરૂચની લોક્સભા બેઠક પર ૨૦૦૯ ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને ૩૧૧,૦૧૮ ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર અઝિઝ ટંકારવી ને ૨૮૩,૭૮૭ મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના છોટુ વસાવાને ૬૩,૬૬૦ ટકા મત મળ્યા હતા.
લોક્સભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો, ૧૯૫૭ થી અત્યાર સુધીમાં ૧૭ લોક્સભા ચૂંટણી અહીં યોજાઈ છે. જેમાં સાત વખત કોંગ્રેસ તો ૧૦ વખત ભાજપના ઉમેદવાર ચૂંટણી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે આ બેઠક પર અંતિમ ૧૯૮૪માં જીતનો સ્વાદ ચાખ્યો હતો, ત્યારબાદ ૧૯૮૯ થી સતત ૩૫ વર્ષથી ભાજપ જીતતની આવી છે