જૂનાગઢ લોક્સભા બેકઠની પરિણામ જાહેર થયું છે. ભાજપનાં ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિજય થયો છે. ખુબ જ ચર્ચા જગાવનાર કોંગ્રેસનાં ઉમેદવાર હીરાભાઇ જોટવાને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. જૂનાગઢ લોક્સભા બેકઠનો ઇતિહાસ રોચક રહ્યો છે. ભાજપનાં ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જીતની હેટ્રીક લગાવી છે. પરંતુ જૂનાગઢ લોક્સભા બેઠકનાં ઓ રેકોર્ડ આજે પણ અકબંધ રહ્યો છે.
જૂનાગઢ લોક્સભા બેકઠનું પ્રથમ મતદાન ૧૯૬૨માં થયું હતું અને પહેલા સાંસદ આઇએનસીનાં ચીતરંજન રાજા બન્યાં હતાં. બાદ વર્ષ ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૭૭માં જૂનાગઢને નવા સાંસદ મળતા રહ્યાં હતાં. બાદ ૧૯૮૦માં આઇએનસીનાં મોહનલાલ પટેલનો વિજય થયો હતો અને ૧૯૮૪માં પણ મોહનલાલ પટેલ જ જીત્યાં હતાં. સતત બે વખત જૂનાગઢની પ્રજાએ તેમને વિજેતા બનાવ્યાં હતાં. વર્ષ ૧૯૮૯માં તેમની હાર થઇ હતે જેડીનાં ઉમેદવાર ગોવિંદભાઇ શેખડાનો વિજય થયો હતો.
વર્ષ ૧૯૯૧ની લોક્સભાની ચૂંટણીમાં જૂનાગઢમાં પરિવર્તન આવ્યું અને એક નવા ઇતિહાસની શરૂઆત થઇ હતી. વર્ષ ૧૯૯૧ની લોક્સભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર ભાવનાબેન ચિખલીયાનો વિજય થયો હતો અને પોતે જૂનાગઢ લોક્સભાનાં પ્રથમ મહિલા સાંસદ બનવાનું બહુમાન મેળવ્યું હતું. એટલું જ નહીં ભાજપે જૂનાગઢ લોક્સભામાં પોતાનું ખાતુ પણ ખોલ્યું હતું. આ રેકોર્ડ બાદ ભાવનાબેન ચિખલીયાએ જીતની હારમાળા સર્જી દીધી હતી. વર્ષ ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯માં ભાવનાબેન ચિખલીયાનો વિજય થયો હતો અને સતત ચાર વખત જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
વર્ષ ૨૦૧૪માં ભાજપનાં બાહુબલી નેતા દીનુ સોલંકીની ટીકીટ કાપી રાજેશ ચુડાસમાને આપી હતી અને વિજેતા બન્યાં હતાં. બાદ વર્ષ ૨૦૧૯માં પણ રાજેશ ચુડાસમા વિજેતા થયા હતાં. આજે એટલે કે વર્ષ ૨૦૨૪માં ફરી રાજેશ ચુડાસમાનો વિજય થયો છે. સતત ત્રણ વખત જૂનાગઢ લોક્સભા બેઠક ઉપર વિજય મેળવ્યો છે. ભાવનાબેન ચિખલીયા બાદ સતત જીતવાનાં રેકોર્ડમાં બીજા ક્રમે છે. રાજેશ ચૂડાસમા સતત ત્રણ વખત જીત્યા છે. આગામી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે તો જૂનાગઢ લોક્સભા બેકઠ ઉપર સૌથી વધુ વર્ષ સાંસદ રહેનાર સાંસદ બની જશે. ભાવનાબેન ચાર વખત જીત્યા છે. પરંતુ તેમને ૧૩ વર્ષ સુધી શાસન કર્યું છે.