ભાજપને સૌથી વધુ નુક્સાન મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યુ છે

૨૦૨૪ની લોક્સભાની ચૂંટણીના અત્યાર સુધીના વલણના અત્યાર સુધી ટાઈટ ફાઇટની સ્થિતિ જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી અગાઉ સંસદમાં ભાજપના ૩૭૦ પહોંચવા અને એનડીએને ૪૦૦ સીટો મળવાની વાત કહી હતી. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને પછી ફેબ્રુઆરીમાં બજેટ સત્ર હતું. એવામાં તેમના દાવાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યા. હવે લોક્સભાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે તો તસવીર તેની વિરુદ્ધ દેખાઈ રહી છે.

ભાજપને સૌથી વધુ નુક્સાન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં ભાજપ માત્ર ૩૫ સીટો પર જ આગળ ચાલી રહી છે. સ્મૃતિ ઈરાની, અનુપ્રિયા પટેલ અને ચંદોલીથી મહેન્દ્રનાથ પાંડે જેવા નેતા પાછળ ચાલી રહ્યા છે. એ સિવાય રાજસ્થાનની વાત કરીએ તો ભાજપે વર્ષ ૨૦૧૯માં જ્યાં ક્લીન સ્વીપ કરી હતી, તો અત્યાર સુધી ૧૪ પર જ આગળ ચાલી રહી છે. અહી કોંગ્રેસે ૮ સીટો પર લીડ બનાવી રાખી છે. એટલું જ નહીં બંગાળ અને બિહારમાં પણ ભાજપને આશાથી ઓછી સીટો મળી રહી છે. એવામાં આખરે ભાજપને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં ઓછી સીટો કેમ મળતી દેખાઈ રહી છે.

આ વખત ચૂંટણી વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ માટે ૪૦૦ પાર વાળા નારાએ ફાયદાથી વધુ નુક્સાન કર્યું. છે. જાણકાર માને છે કે આ નારાના કારણે ભાજપના કાર્યર્ક્તા અતિ આત્મ વિશ્વાસમાં આવી ગયા અને વૉટરોને બહાર કાઢવા માટે વધુ પ્રયાસ ન કર્યા. ઉત્તર પ્રદેશમાં ભાજપ પર નજર રાખનારા માને છે કે ભાજપે રાજ્યમાં મોટા ભાગની સીટો પર ઉમેદવારોને રીપિટ કર્યા હતા, તેના કારણે પણ તેને ઝટકો લાગ્યો છે.

સુલ્તાનપુરમાં મેનકાગાંધી, ચંદોલીમાં મહેન્દ્રનાથ જેવા તમામ નેતાઓ સામે સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે તેઓ ક્ષેત્રમાં ઓછા આવે છે. સ્થાનિક સ્તર પર વિકાસના કામ પણ ઓછા કરાવ્યા છે. તેને દિલ્હીના ઉદાહરણથી સમજી શકાય છે. ભાજપે દિલ્હીમાં ઉત્તર પૂર્વી ક્ષેત્ર સિવાય બધી સીટો પર ઉમેદવાર બદલી દીધા હતા. ત્યાં તેમને સીધો ફાયદો દેખાડ્યો છે. એટલે ઉમેદવારોને રીપિટ થવાનું પણ એક ફેક્ટર છે.

માયાવતીની પાર્ટીએ વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ૧૯ ટકાથી ઊલટો પડ્યો ૪૦૦ પારનો નારો, આ ફેક્ટરોએ ભાજપનો ખેલ બગાડ્યો. વધુ હાંસલ કર્યા હતા અને ૧૦ સીટ જીતી હતી. અત્યાર સુધીના ટ્રેન્ડમાં બહુજન સમાજ પાર્ટી આખા ઉત્તર પ્રદેશમાં શૂન્ય પર છે અને તેની વોટિંગ ટકાવારી પણ માત્ર ૯ ટકાની આસપાસ છે. ગત ચૂંટણીમાં સપાને ૧૮ ટકા વોટ જ મળ્યા હતા, જે આ વખત વધીને ૩૧ ટકા થઈ ગયા છે. સ્પષ્ટ દેખાય છે કે બસપાના વોટ આ વખત સપાના ખાતામાં જતા રહ્યા.

આ વખતે મહારાષ્ટ્રની ૪૮ સીટોમાંથી એનડીએને અત્યાર સુધી માત્ર ૧૮ સીટ પર જ મળી છે. મતગણતરી ચાલુ છે. વલણો દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએને ૨૯ બેઠકો મળશે.