લોક્સભા ચૂંટણી ર૦ર૪ ન ફક્ત એટલા માટે મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી લોક્સભા ચૂંટણી જીતનાર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા રચાયેલ ઇતિહાસને પુન: લખવાનું લ-ય રાખી રહ્યા છે, પરંતુ કેટલાક આંકડાઓના કારણ પણ મહત્વપૂર્ણ છે, જે રાજકીય પક્ષોના ભૂત અને ભવિષ્યની સ્થિતિ દર્શાવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપની વધતી રાજનીતિક શક્તિ અને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા તથા ભારત જોડો ન્યાય યાત્રાના પ્રયાસો છતાંયે કોંગ્રેસની બદલાતી રાજનીતિક સ્થિતિ રોચક છે. ઇન્ડિયા બ્લોક અંતર્ગત એકજૂથ વિપક્ષ નિર્ણાયક સંઘર્ષમાં જોડાયો હતો. કારણ કે ભાજપા, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન માટે ૪૦૦ બેઠકો અને સ્વતંત્ર રુપથી ૩૭૦ બેઠકો પર કબજો જમાવીને બે તૃતિયાંશ બહુમતિથી સરકાર બનાવવા ઇચ્છે છે.
લોક્સભા ચૂંટણી ર૦ર૪માં કુલ પ૪૩ બેઠકોની ચૂંટણી સાત તબકકામાં પૂર્ણ થઇ હતી. જો કે બે બેઠકો માટેનું પુન: મતદાન પણ સંપન્ન કરાયું છે. અખિલ ભારતીય જનસંઘે લગભગ ૪૪ વર્ષ અગાઉ ભાજપાનું ગઠન કર્યુ હતું. ભાજપે ૧૯૮૪-૮પની લોક્સભા ચૂંટણીમાં રર૯ ઉમેદવારો, ૧૯૮૯માં રરપ, ૧૯૯૧-૯રમાં ૪૭૭, ૧૯૯૬માં ૪૭૧, ૧૯૯૮માં ૩૮૮, ૧૯૯૯માં ૩૩૯, ર૦૦૪માં ૩૬૪, ર૦૦૯માં ૪૩૩, ર૦૧૪માં ૪ર૮ અને ર૦૧૯માં ૪૩૬ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. આ વખતની લોક્સભા ચૂંટણીમાં ભાજપે ૪ર૪ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. મતલબ કે આ છઠ્ઠી વખત જોવા મળ્યું છે કે, ભાજપે ૧૯૯૧, ૧૯૯૬, ર૦૦૯, ર૦૧૪ અને ર૦૧૯ની ચૂંટણીઓ બાદ લોક્સભા ચૂંટણીમાં ૪૦૦થી વધુ ઉમેદવારો ઉતાર્યા હતા.
વર્ષ ર૦૧૪ બાદ પ્રભાવી ચૂંટણી પરિણામોની સાથે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતિ સાથે ભાજપ સત્તામાં છે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) સામે પડકાર આપવા માટે કોંગ્રેસે વધુ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ન ઉતારીને યથાર્થવાદી દૃષ્ટિકોણ અપનાવ્યો. કારણ કે ગત બે લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસને ઉત્સાહજનક ચિત્ર જોવા મળ્યું નહતું. કોંગ્રેસે અગાઉ લોક્સભા ચૂંટણી ૧૯પ૧-પરમાં ૪૭૯, ૧૯પ૭માં ૪૯૦, ૧૯૬રમાં ૪૮૮, ૧૯૬૭માં પ૧૬, ૧૯૭૧માં ૪૪૧, ૧૯૭૭માં ૪૯ર, ૧૯૮૦માં ૪૯ર, ૧૯૮૪માં ૪૯૧ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જયારે ૧૯૯૧માં કોંગ્રેસે ૪૮૭, ૧૯૯૬માં પર૯, ૧૯૯૮માં ૪૭૭, ૧૯૯૯માં ૪પ૩, ર૦૦૪માં ૪૧૭, ર૦૦૯માં ૪૪૦ અને ર૦૧૪માં ૪૬૪ બેઠકો પરથી ઉમેદવારો ઉતાર્યા હતા.જયારે ર૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસે ૪ર૧ બેઠકો પરથી ઉમેદવારોને જંગમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ર૦૦૪માં ૧૪૫, ર૦૦૯માં ર૦૬, ર૦૧૪માં ૪૪ અને ર૦૧૯માં પર બેઠકો પર વિજય મેળવ્યો હતો.
કોગ્રેસે લોક્સભા ચૂંટણી ર૦ર૪માં ૩ર૮ ઉમેદવાર ઉતાર્યા હતા. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું છે કે દેશના સૌથી જૂના પક્ષે ૪૦૦થી ઓછી બેઠકો માટે ચૂંટણી જંગ લડી રહી છે. બેઠકોની સંખ્યા ઘટવાનું મુખ્ય રુપથી કોંગ્રેસની ગઠબંધન પ્રતિબદ્વતાઓ પણ કારણભૂત છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ વિપક્ષના ઇન્ડિયા બ્લોકનો ભાગ છે. ર૦૧૯માં લડાયેલ ૧૦૧ બેઠકોને આ વખતની ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકના સહયોગીઓને આપવામાં આવી છે. પોતાના ઇતિહાસમાં સૌથી ઓછી લોક્સભા બેઠકો પર ચૂંટણી લડતી કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ પણ ઘટી રહ્યો છે. જયારે પાછલા વર્ષોની કેટલીક ચૂંટણીઓ પર નજર નાંખીએ તો, ભાજપ બેઠકો અને સ્ટ્રાઇક રેટના મામલે, બંને મોરચે વૃદ્વિ દર્શાવી રહી છે. એનડીએ અંતર્ગત લોક્સભા ચૂંટણી ર૦ર૪માં ભાજપ દ્વારા લડાયેલી બેઠકોની સંખ્યા ભાજપનું પ્રભુત્વ દર્શાવે છે. જયારે ર૦ર૪માં કોંગ્રેસ દ્વારા લડાતી બેઠકોની સંખ્યા ઇન્ડિયા બ્લોકના ગઠબંધનમાં કોંગ્રેસ દ્વારા ઉદારવાદી આત્મસમર્પણને પ્રતિબિબિંત કરે છે. જો કે ગઠબંધન સરકારની હંમેશા અંતનિહિત સીમા હોય છે પરંતુ મતદાતાઓ સામે આજે યક્ષ પ્રશ્ર્ન એ છે કે તેમનો મત સામર્થ્યવાળી મજબૂત સરકાર માટે છે કે મજબૂર સરકાર માટે ?
લોક્તાંત્રિક વ્યવસ્થાના અંદાજથી જોઇએ તો મતદાનની ઓછી ટકાવારી સારી બાબત નથી પરંતુ એક ગંભીર મુદ્દો છે. ભારતીય ચૂંટણી આયોગ દ્વારા અનેક પ્રયાસો છતાં ઘટતી મતદાન ટકાવારી અનેક સવાલો સર્જે છે. મતદાનમાં ઘટાડો આવવાનું કારણ શું? કાર્યર્ક્તાઓની ઉદાસીનતા કે મતદારોની ઉદાસીનતા? ઓછા મતદાનના કારણે કોઇ પક્ષને ફાયદો અને કોઇને નુક્સાન થઇ શકે છે. મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવાની રણનીતિ બનાવવા માટે કોણ જવાબદાર છે? મતદાનની વધુ ટકાવારીને લોક્તંત્રનું પ્રતીક માનવામાં આવે છે. જયારે ઓછા મતદાનથી કોને ફાયદો થશે અને કોને નુક્સાન તેનો કોઇ હિસાબ હોતો નથી. કેટલીકવાર મતદાનની ટકાવારી ઘટવા છતાંયે સરકાર જીત મેળવીને પુન: સત્તા મેળવે છે. જયારે કેટલીક વખત ઓછા મતદાનથી સરકારને હારનો સામનો કરવો પડે છે.