લોકસભા સામાન્ય ચૂંટણી 2024:17- ખેડા લોકસભા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણની 3,57,758 મતથી વિજેતા

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજે તા. 04 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાં કુલ 543 અને ગુજરાતમાં 26 બેઠકો પર મતગણતરી યોજાઈ હતી. જેમાં 17-ખેડા લોકસભા બેઠક માટે આઈ.ટી.આઈ પલાણા ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મત ગણતરીના કુલ 28 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 3,57,758 મતથી વિજેતા થયા હતા. ઈવીએમમાં નોંધાયેલ કુલ 11,64,397 મત તથા પોસ્ટલ બેલેટ દ્વારા નોંધાયેલ કુલ 11,451 મતની ગણતરી કરતા દેવુસિંહ ચૌહાણને કુલ 7,44,435 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કાળુસિંહ ડાભીને કુલ 3,86,677 મત, બહુજન સમાજ પાર્ટીમાંથી ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવને કુલ 6,152 મત, ગરીબ કલ્યાણ પાર્ટીમાંથી ઈન્દીરાદેવી હીરાલાલ વોરાને કુલ 1,135 મત, રાઈટ ટુ રીકોલ પાર્ટીમાંથી ઈમરાનભાઈ બીલાલભાઈ વાંકાવાલાને કુલ 928 મત, ભારતીય જન પરીષદમાંથી કમલેશભાઈ પોપટભાઈ પટેલને કુલ 949 મત, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીમાંથી દશરથભાઈ હરજીવનભાઈ કાંટીયાને કુલ 792 મત, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટીમાંથી અનિલકુમાર ભાઈલાલભાઈ પટેલને કુલ 2,523 મત, ભારતીય જનનાયક પાર્ટીમાંથી સૈયદ કાદરી મોહમ્મદ સાબિરને કુલ 1,838 મત મળ્યા હતા. ઉપરાંત અપક્ષમાંથી ઉપેન્દ્રકુમાર વલ્લવભાઈ પટેલને કુલ 2,715 મત, હિતેશકુમાર પરસોતમભાઈ પરમારને કુલ 2,741 મત તથા સંજયકુમાર પર્વતસિંહ સોઢાને કુલ 6,139 મત તથા નોટાના કુલ 18,824 મત નોંધાયા હતા.