ગોધરા રેલ્વે ફાટક પાસે ગજાનંદ સો મીલ પાસે કામ ચલાઉ રસ્તામાં તુટેલી દિવાલનું સમારકામ ચોમાસા પહેલા કરી આપવા સ્થાનિક પાલિકા સભ્ય દ્વારા રજુઆત

ગોધરા, ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક એલ.સી.-4 ગેટ પાસે અંડરબ્રીજની કામગીરી ચાલી રહી છે. જેને લઈ રેલ્વે ફાટકવાળો રસ્તો કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંંધ કરવામાં આવ્યો છે. જેને લઈ નજીકના રહિશો અવરજવર માટે ગજાનંદ સૌ મીલની બાજુ આવેલ રસ્તો છે અને હાલમાં કામચલાઉ કાચો રસ્તા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાં રેલ્વે વિભાગએ લોંખંડની ફેન્સીંગ લગાવેલ છે અને બાજુમાં મોટી વરસાદી કેનાલ પસાર થાય છે. જેમાં ચોમાસામાં વરસાદી પાણી પસાર થાય છે. આ કેનાલની તુટી જતાં મોટો ખાડો પડી ગયેલ છે. તે તુટેલ દિવાલના સમારકામ માટે પાલિકા સભ્ય દ્વારા ધારાસભ્ય અને રેલ્વે વિભાગને લેખિત રજુઆત કરાઈ છે.

ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક એલ.સી.-4 ગેટ પાસે અંંડરબ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે. જેને લઈ ફાટકવાળો રસ્તો હાલમાં બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આસપાસના સ્થાનિક રહિશો અવર-જવર માટે માત્ર ગજાનંદ સો મીલની બાજુમાં આવેલ રસ્તા હોય તેના કામ ચલાઉ કાચા રસ્તા ઉપરથી અવરજવર કરી રહ્યા છે. તે કાચા રસ્તા ઉપર રેલ્વે વિભાગએ લોખંડની ફેન્સીંગ લગાવેલ છે અને બાજુમાં મોટી વરસાદી પાણીના નિકાલની કેનાલ પસાર થાય છે. તે કેનાલની દિવાલ તુટી ગયેલ હાલતમાં છે અને મોટા ખાડા પડી ગયેલ છે અને લોખંડની ફેન્સીંગ તુટી પડી ગયો છે. આના કારણે લોકોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા તુટી ગયેલ દિવાલનુંં સમારકામ કરી નડતરરૂપ લગાવેલ લોખંડની ફેન્સીંગ ચોમાસા પહેલા હટાવી દેવામાં આવે તેવી સ્થાનિક રહિશો વતીની માંગ સ્થાનિક ગોધરા નગર પાલિકા સભ્ય દિવાબેન વિઠ્ઠલભાઇ પરમાર દ્વારા ગોધરા રેલ્વે વિભાગના અધિકારી તેમજ ધારાસભ્યને લેખિત રજુઆત કરાઈ છે.