અમેરિકામાં હવે ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની થઇ ગુમ, પોલીસે લોકોની મદદ માંગી

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ગત સપ્તાહથી ગુમ થયેલ ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની નો તાજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને પોલીસે તેને શોધવા માટે સામાન્ય લોકોની મદદ પણ માંગી છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય વિદ્યાર્થીઓ સાથે આવી ઘટનાઓ બની રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેલિફોનયા સ્ટેટ યુનિવર્સિટી , સેન બર્નાડનોની વિદ્યાર્થીની નિતિષા કંડુલા ૨૮ મેના રોજ ગુમ થઈ ગઈ હતી. સીએસયુએસબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોસ્ટ કર્યું હતું કે નિતિષાને છેલ્લી વખત લોસ એન્જલસમાં જોવામાં આવી હતી અને ૩૦ મેના રોજ પોલીસ વડા જોન ગુટીરેઝ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું, “ગુમ થયેલ વ્યક્તિની માહિતી: જો કોઈની પાસે સીએસયુએસબી વિદ્યાર્થી નિતિષા કંડુલા વિશે માહિતી હોય, તો તેણે કેલિફોનયા સ્ટેટ યુનિવર્સિટી, સેન બર્નાડનો પોલીસ અને અમારા ભાગીદાર લોસ એન્જલસ પોલીસ વિભાગને તેની માહિતીમાં ગુમ થવાની સ્થિતિનું વર્ણન પણ કર્યું છે.” વિદ્યાર્થી અને માહિતી આપી શકે તેવા લોકો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે.

ગયા મહિને શિકાગોમાંથી ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી રૂપેશ ચંદ્રાના ગુમ થવાનો મામલો પણ સામે આવ્યો હતો. અગાઉ માર્ચ મહિનાથી ગુમ થયેલો ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરાફાત અમેરિકાના ક્લીવલેન્ડમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હૈદરાબાદનો રહેવાસી અરાફાત ગયા વર્ષે મે મહિનામાં ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે અમેરિકા આવ્યો હતો. માર્ચમાં, ૩૪ વર્ષીય પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર અમરનાથ ઘોષની સેન્ટ લુઇસ, મિઝોરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૨ ફેબ્રુઆરીએ ૪૧ વર્ષીય વિવેક તનેજા પર વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.