મેક્સિકોમાં પ્રમુખ પદની ચૂંટણી, પ્રથમ વખત મહિલા રાષ્ટ્રપતિ ચૂંટાઈ શકે

મેક્સિકોમાં રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે મતદાન થવાનું છે. ચૂંટણીમાં લોકશાહી, વચનોની ભરમાર સાથે કાર્ટેલ હિંસાચૂંટણીનો મુદ્દો બની રહ્યો છે. આ ચૂંટણી ઐતિહાસિક બની રહેવાની પ્રબળ શક્યતા છે. મેક્સિકોના ૨૦૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે બે-બે મહિલાઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

મેક્સિકો શહેરના પૂર્વ મેયર કલોડીયા શિન ખૌમની સામે મેટિલ્ક રોલ્વાતિઝ ઊભા છે. મેટિલ્ક રોલ્વાતિઝ એક ટેકિનશ્યન છે. જ્યારે કલોડીયા શિન બૌમ એક સાયન્ટિસ્ટ છે. ત્રીજા ઉમેદવાર બહુ જાણીતા નહીં તેવા જ્યોર્જ અલ્વારિઝ મેનેઝ છે. તેઓ સમવાયતંત્રી સંસદના પૂર્વ સાંસદ છે. જો મહિલા પ્રમુખ બનશે તો મેક્સિકન મહિલાઓને એક શક્તિશાળી સંદેશો પહોંચશે. ભવિષ્યમાં દેશને નવી દિશા મળશે તેવી પણ સંભાવનાઓ છે.

મેક્સિકો અત્યારે અમેરિકાના વિરોધ ગરીબી અને ટોપી યુદ્ધો (ગેન્ગ-વોર્સ) તથા બેકારીથી ઘેરાયેલું છે. અસંખ્ય મેક્સિકન્સ દેશ છોડી યુ.એસ.માં ઘૂસી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેથી મેક્સિકોની સરહદે દીવાલ બાંધવાના પર જોર આપી રહ્યાં છે. આવા સંજોગોમાં મેક્સિકોની કમાન સંભાળવી એ ખાવાના ખેલ નહીં રહે. કાર્ટેલ હિંસા  મેક્સિકન ડ્રગ વોર. જે મેક્સિકન સરકાર અને વિવિધ ડ્રગ્સની હેરાફેરી કરતી સિન્ડિકેટ વચ્ચનો સંઘર્ષ હતો. ૨૦૦૬માં જ્યારે મેક્સિકન લશ્કરે હસ્તક્ષેપ કર્યો ત્યારે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ સંબંધિત હિંસા ઘટાડવાનો હતો.