અભિનેત્રી અદા શર્મા સુશાંતના ફ્લેટમાં શિફ્ટ થઈ,૩ વર્ષ માટે ભાડે લીધો

છેલ્લા અમુક મહિનાથી ‘કેરલા સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્માએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Adah Sharma shifts to SSR House) મુંબઈ ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી હતી. આ બધી ચર્ચા વચ્ચે અદાએ વાત સાચી હોવાની કબૂલાત આપી હતી. અદાએ કહ્યું હતું કે તે ચાર મહિનાં પહેલાં જ સુશાંતના ઘરમાં શિફ્ટ થઈ ગઈ હતી. તેનું કહેવું છે કે તે તેની ફિલ્મ `ધ બક્સર સ્ટોરી`ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. ત્યારબાદ તે મથુરાની એલીફન્ટ સેંક્ચ્યુરીમાં થોડા દિવસ રહી હતી જેને લીધે તે આ ઘરમાં આવી જ નહોતી. જોકે અદાએ સુશાંત સિંહ રાજપૂતના ઘરનું રેનોવેશન પણ કરાવ્યું છે. અદાએ જણાવ્યું હતું કે હવે તેને તેના નવા એપાર્ટમેન્ટમાં સંપૂર્ણ રીતે ઘર જેવો અનુભવ થઈ રહ્યો છે.

અદા શર્માએ (Adah Sharma shifts to SSR House) હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે કેટલાક લોકોએ તેને બાન્દ્રામાં આવેલા આ એપાર્ટમેન્ટને ભાડે લઈને ત્યાં શિફ્ટ થવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. અદાએ કહ્યું કે હું ચાર મહિના પહેલાં જ બાન્દ્રાના મોન્ટ બ્લાંક એપાર્ટમેન્ટના ફ્લેટમાં શિફ્ટ થઈ હતી. તાજેતરમાં મને થોડા સમયની રજા મળી છે અને હું આખરે અહીં રહેવા આવી ગઈ છું.”