લીંબાયત ઝોનમાં બજરંગ સેનાએ ડિમોલિશનની કામગીરીનો અર્ધનગ્ન થઈ કર્યો વિરોધ

સુરતમાં બજરંગ સેના દ્વારા અર્ધનગ્ન થઈ વિરોધ કરાયો. લીંબાયત વિસ્તારમાં મંદિરોનું ડીમોલેશન થતા બજરંગ સેનાએ જબરજસ્ત વિરોધ કર્યો. બજરંગ સેના દ્વારા ઝોનલ ઓફિસરને આવેદન પાઠવી રજુઆત કરી. મંદિર ડીમોલેશન મામલે અર્ધનગ્ન થઈ ઉગ્ર વિરોધ કરાયો. જણાવી દઈએ કે સુરતમાં અત્યારે પ્રશાસન દ્વારા રાજકોટ અગ્નિકાંડ બાદ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત વિવિધ એકમોને સીલ કરવામાં આવ્યા છે. હવે પ્રશાસને ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરીમાં લીંબાયત ઝોનમાં મંદિરનું દબાણ દૂર કરવા પ્રયાસ કરાયો હતો. પરંતુ મંદિરને હટાવવાને લઈને બજરંગ સેના સામે પડતા ડિમોલિશનની કામગીરીનો ઉગ્ર વિરોધ કરાયો.

નોંધનીય છે કે અગાઉ પણ બજરંગ સેના સુરત શહેરમાં વિવિધ મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. ગોડાદરમાં ધર્મ વિરુદ્ધ નિવેદન આપવા બદલ આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો હતો. બજરંગ સેના સનાતન ધર્મમાં આસ્થા રાખનારી સંસ્થા એ વેલેન્ટાઈન ડેનો પણ વિરોધ કર્યો હતો.