રાજકોટ અગ્નિકાંડમાં વધુ ૪ અધિકારીઓ સસ્પેન્ડ, કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને ફરજ મુક્ત

રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજકોટ અગ્નિકાંડમાં ઇસ્ઝ્રના વધુ ૪ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ કરોડોની બેનામી સંપત્તિનો માલિક મનસુખ સાગઠિયાને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યો છે. આ સાથે ગેરકાયદે બાંધકામ ન અટકાવવા બદલ મુકેશ મકવાણા સામે પણ કાર્યવાહી થઈ તો ગૌતમ જોશી અને રોહિત વિગોરાને અગાઉના આદેશથી સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે, કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ કાર્યવાહી કરાઇ છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમ ટીપીઓ મનસુખ સાગઠીયા અને એટીપીઓ મુકેશ મકવાણાને પણ સસ્પેન્ડ કરાયા છે. આ સાથે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને અગાઉ સરકારના આદેશથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ તરફ હવે મનસુખ સાગઠીયા અને મુકેશ મકવાણાને કરવામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.