- બેંક નિફ્ટી એ પ્રથમ વખત ૫૦૦૦૦નો આંકડો પાર કર્યો.
એક્ઝિટ પોલના અંદાજ બાદ શેરબજારે રેકોર્ડ ઉછાળો નોંધાવ્યો છે. સોમવારે સેન્સેક્સ ૨૫૦૦ પોઈન્ટ્સથી વધુ ઉછળવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી એ ૨૩૨૫૦ને પાર કર્યો હતો. બેંક નિફ્ટી એ પ્રથમ વખત ૫૦૦૦૦નો આંકડો પાર કર્યો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે રેકોર્ડ ઉછાળા બાદ સેન્સેક્સ ૨,૫૦૭.૪૭ (૩.૩૯%) પોઈન્ટ ઉછળીને ૭૬,૪૬૮.૭૮ પર પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ૭૩૩.૨૧ (૩.૨૫%) પોઈન્ટ વધીને ૨૩,૨૬૩.૯૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે, છેલ્લા પાંચ મહિનામાં એટલે કે ડિસેમ્બર ૨૦૨૩ પછી ડોલર સામે રૂપિયામાં પણ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે રૂપિયો ૨૮ પૈસા અથવા ૦.૪% વધીને ૮૩.૧૪૨૫ રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન રૂપિયો ૮૨.૯૫૭૫ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૭ શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. માત્ર ત્રણ શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
એક્ઝિટ પોલમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએની જંગી જીતની આગાહી કરવામાં આવ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી ૩ ટકાથી વધુની વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા. ૩૦ શેરો ધરાવતો બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ૨,૫૦૭.૪૭ પોઈન્ટ અથવા ૩.૩૯ ટકાના વધારા સાથે ૭૬,૪૬૮.૭૮ પોઈન્ટની નવી ટોચે બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ ૨,૭૭૭.૫૮ પોઈન્ટ્સ અથવા ૩.૭૫ ટકાના વધારા સાથે ૭૬,૭૩૮.૮૯ પોઈન્ટની રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૭૩૩.૨૦ પોઈન્ટ અથવા ૩.૨૫ ટકાના વધારા સાથે ૨૩,૨૬૩.૯૦ પોઈન્ટ પર બંધ થયો હતો. તે ટ્રેડિંગ દરમિયાન ૮૦૮ પોઈન્ટ અથવા ૩.૫૮ ટકા વધીને ૨૩,૩૩૮.૭૦ની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવા બ્લુ ચિપ શેરોમાં તીવ્ર ઉછાળાને પગલે સેન્સેક્સ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. મજબૂત જીડીપી ડેટા પણ ઇક્વિટી માર્કેટમાં ઉછાળો ઉમેરે છે. સોમવારે અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં તીવ્ર વધારો ચાલુ રહ્યો હતો અને આ સમયગાળા દરમિયાન અદાણી પાવરના શેરમાં લગભગ ૧૬ ટકાનો વધારો થયો હતો.
જાહેર ક્ષેત્રના ઉપક્રમો, પાવર, યુટિલિટીઝ, ઓઇલ, એનર્જી, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી ઇન્ડેક્સ ૮ ટકા સુધી વયા હતા. એક્ઝિટ પોલ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી ટર્મ માટે સત્તામાં રહેશે અને લોક્સભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને પ્રચંડ બહુમતી મળવાની ધારણા છે. ૪ જૂને મતગણતરી થશે. એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના દ્ગડ્ઢછની જંગી જીતની આગાહી કરવામાં આવતાં બજારો આજે નવી ઊંચાઈએ ખુલ્યા હતા. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને પાવર ગ્રીડનો ભાવ નવ ટકાથી વધુ વધ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક , રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક , આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટાટા સ્ટીલના શેરમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સન ફાર્મા, એચસીએલ ટેક્નોલોજીસ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે અને ઇન્ફોસિસના શેરમાં ઘટાડો થયો હતો.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું, ’એક્ઝિટ પોલ્સે વર્તમાન સરકાર માટે યાદગાર જીતની આશાઓ વધારી છે. આ પહેલા બજારમાં તેજી જોવા મળી હતી. ભારતની અર્થવ્યવસ્થા માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૮.૨ ટકા વૃદ્ધિ પામી હતી, જે વિશ્વમાં સૌથી ઝડપથી વિક્સતા મુખ્ય અર્થતંત્ર તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવે છે.
એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો અને હોંગકોંગ નફામાં હતા જ્યારે શાંઘાઈ ખોટમાં હતા. યુરોપિયન બજારો સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે અમેરિકન બજારો મોટાભાગે તેજી સાથે બંધ થયા હતા. પ્રોવિઝનલ સ્ટોક માર્કેટ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે સ્થાનિક બજારમાં રૂ. ૧,૬૧૩.૨૪ કરોડના શેર ખરીદ્યા હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૮ ટકા વધીને ઇં૮૧.૨૬ પ્રતિ બેરલ થઈ ગયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ શુક્રવારે ૭૫.૭૧ પોઈન્ટ અથવા ૦.૧૦ ટકા વધીને ૭૩,૯૬૧.૩૧ પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી ૪૨.૦૫ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકાના વધારા સાથે ૨૨,૫૩૦.૭૦ પર બંધ રહ્યો હતો.શેરબજારમાં આવેલી આ તેજી દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં લગભગ ૧૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. શુક્રવારે બીએસઇનું માર્કેટ કેપ રૂ. ૪,૧૨,૧૨,૮૮૧ કરોડ હતું, જે આજે એટલે કે ૩ જૂને ટ્રેડિંગ દરમિયાન વધીને રૂ. ૪,૨૩,૭૧,૨૩૩ કરોડ થયું છે. આ વધારા સાથે રિલાયન્સનું માર્કેટ કેપ વધીને ૨૦.૪૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આજે તમામ સેક્ટર લીલા રંગમાં બંધ રહ્યા હતા. સૌથી વધુ ઉછાળો નિફ્ટી પીએસયુ બેંકમાં જોવા મળ્યો હતો. તે ૮.૪૦% વધીને બંધ રહ્યો હતો.