ગોધરા,
ગોધરા વિધાનસભા બેઠક માટે કોંગે્રસ પાર્ટીના ઉમેદવારની જાહેરાત થતાં કોંગે્રસી કાર્યકરોમાંં ભારે રોષ જોવા મળ્યો છે. કેટલાક કોંગે્રેસી કાર્યકરો કોંગે્રસની ઓફિસ ઉપર એકઠા થઈને ઓફિસ ઉપર પથ્થર મારો કરતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
ગોધરા વિધાનસભા બેઠક ઉ5ર ઉમેદવારી માટે કેટલાય ઉમેદવારોએ પોતાની દાવેવારી કરી હતી અને ઉમેદવારોની જાહેરાત કરાય તેવી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યની 36 બેઠકો માટે કોંગે્રસ ઉમેદવારોની જાહેરાત કરવા માટે ભારે મથામણ કરી રહી હતી અને ઉમેદવારોની જાહેરાત બાદ કોંગે્રસી કાર્યકરો અને તેમના સમર્થકોમાં રોષને ખાળવા માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસની આગલી સાંજે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ગોધરા બેઠક ઉપર જાણે કોથળા માંથી બિલાડું કાઢે તે રીતે ગોધરા બેઠક માટે રશ્મિતાબેન દુષ્યંતભાઈ ચૌહાણને ઉમેદવાર જાહેર કરવામાંં આવતાં કોંગે્રસી કાર્યકરોમાંં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા કોંગે્રસી કાર્યકરો ગોધરા વિશ્ર્વકર્મા મંદિર પાસે આવેલ કોંગે્રસ પાર્ટીની ઓફિસ ખાતે એકઠા થયા હતા અને જાહેર થયેલા ઉમેદવારના વિરોધ સાથે સુત્રોચ્ચાર કરીને કોંગે્રસ ઓફિસ ઉપર પથ્થર મારો કરતાં ઓફિસના કાચ તોડી નાખવામાં આવ્યા છે. કોંગે્રસ ઓફિસમાં તોડફોડ અને પથ્થર મારની ધટનાને ધ્યાને રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.