દાહોદ,5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાંજે 5.30 કલાકે દાહોદના સૌ નગરજનો પ્રકૃતિના જતન અને રક્ષણ માટે રેલીનું આયોજન વન વિભાગ દાહોદ અને પ્રકૃતિ મિત્ર મંડળના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.
રેલીનો રૂટ : સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ, ઓપન પાર્ટી પ્લોટ, ઇન્દોરી નાસ્તા હાઉસ પાછળથી રેલી શરૂ કરી સ્વામી વિવેકાનંદ સર્કલ થી માં સરસ્વતી સર્કલ થી બિરસા મુંડા સર્કલ થઈ મૂળ સ્થળે પરત.
આ દિવસે રેલી પૂર્ણ થયા પછી “આપણું પર્યાવરણ” વિષય પર ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રદર્શનમાં પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો અને વૃક્ષો ઉછેરો, પાણી બચાવો, વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનો કરકસર યુક્ત ઉપયોગ, જંગલોનું રક્ષણ, પ્રદૂષણ અટકાવો, સ્માર્ટ અને ગ્રીન સિટી દાહોદ જેવા પર્યાવરણ વિષય ઉપર અ3 અને અ4 સાઈઝમાં ચિત્ર બનાવી તારીખ 4 જૂન 2024ના રોજ બપોરે 4.00 વાગ્યા પહેલા આપેલ નંબર પર સંપર્ક કરી અજય દેસાઈ પ્રકૃતિ ભવન, પ્રકૃતિ મિત્ર મંડળ, અમૃતવાડી સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ ખાતે જમા કરાવવું. દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે તથા આપના ચિત્રો વન વિભાગની કચેરીમાં સાચવીને રાખવામાં આવશે.
ચિત્ર પ્રદર્શનનું સ્થળ : સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ, ઓપન પાર્ટી પ્લોટ, ઇન્દોરી નાસ્તા હાઉસ પાછળ, જલ વિહાર સોસાયટીની પાસે, દાહોદ.
નોંધ : રેલી અથવા ચિત્ર સ્પર્ધા માટે 9429349898, 9879252542, 9426528038 નંબર ઉપર સંપર્ક કરવો.