દાહોદ, દાહોદ તાલુકાના ખરોદા ગામે ગામ તળ ફળિયામાં અંદર અંદર ગાળા ગાળી કરી ઝઘડી રહેલા ઈસમોને ગાળા ગાળી કરી લડાવાનું ના પાડવા ગયેલા ઈસમને માથામાં કુહાડી મારી ગંભીર ઇજા કરી તથા જાનથી મારી નાખવાની ધાકધમકી આપ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ખરોદા ગામના ગામતળ ફળિયામાં રહેતા નીનામા કુટુંબના શેતાનભાઈ મેતાભાઈ, ઈકુ ઉર્ફે નિલેશભાઈ મેતાભાઇ તથા લાલાભાઇ શેતાનભાઇ ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના સુમારે તેમના ફળિયામાં રહેતા મલસીંગભાઇ વીરસીંગભાઇ નીનામાના ઘર આગળ ગાળા ગાળી કરી અંદર અંદર ઝઘડી રહ્યા હતા. તે વખતે મલસીંગભાઇ નીનામાએ તે લોકોની પાસે જઈ ગાળા ગાળી કરવાની તેમજ ઝઘડવાની ના પાડતા એકદમ ઉસકેરાયેલા શેતાનભાઇ મેતાભાઈ નીનામાએ તેના હાથમાંની કુહાડી મલસીંગભાઇ નીનામાને માથામાં મારી માથું લોહી લુહાણ કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે ઈકુ ઉર્ફે નિલેશભાઈ મેતાભાઈ તથા લાલાભાઇ શેતાનભાઇએ ભેગા મળી મલસીંગભાઇ નીનામાને તથા તેના ઘરના માણસોને બેફામ ગાળો બોલી અહીંથી જતા રહો, નહીં તો બધાને જાનથી મારી નાખીશું, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંબંધે તાલુકા પોલીસે ખરોદા ગામના ગામતળ ફળિયામાં રહેતા ઇજાગ્રસ્ત મલસીંગભાઇ વીરસિંગભાઈ નીનામા એ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે ખરોદા ગામના ગામ તળ ફળિયામાં રહેતા શેતાનભાઈ મેતાભાઈ નીનામા, ઈકુ ઉર્ફે નિલેશભાઈ મેતાભાઈ નીનામા તથા લાલાભાઇ શેતાનભાઇ નીનામા વિરૂદ્ધ ઇ.પી. કો કલમ 324, 504, 506(2),114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.