નડિયાદ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 થી 15 વયનાં બાળકો માટે પ્રભુશરણમ બ્રહ્માકુમારી કેન્દ્ર અને શારદા મંદિર સ્કૂલ નડિયાદ ખાતે તા. 20 થી 29 મે દરમ્યાન બે નિશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં બાળકોને પ્રાણાયામ, ધ્યાન, ગીતાજીના શ્લોકો કંઠસ્થ કરાવવા સહિતની સંસ્કાર સિંચન ની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ સમગ્ર કેમ્પ દરમ્યાન દરરોજ બાળકોને પૌષ્ટિક નાસ્તો અને એનર્જી ડ્રીંક પણ આપવામાં આવ્યું. કેમ્પ પૂર્ણ કરનાર બાળકોને સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ, બનારસ મંદિરના સંત રામકૃષ્ણદાસજી મહારાજ તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલક પૂર્ણિમા દીદીના હસ્તે બ્રહ્માકુમારી કેન્દ્ર નડિયાદ ખાતે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા.
આ કેમ્પમાં જીલ્લા યોગ કોઓર્ડીનેટર મીનલ કુમાર પટેલ, યોગ કોચ રાણીબેન ઠાકર, વૃંદ શાહ, યોગ ટ્રેઇનરો અંકિત પટેલ, ફાલ્ગુની પટેલ, ડો.સંજયબ્રહ્મભટ્ટ, અવંન્તીકા બ્રહ્મભટ્ટ તેમજ વૈદિક યોગ પરિવારની ટીમના સભ્ય હાજર રાજ્ય હતા.