મલેકપુર થી દિવડા જવાનાં માર્ગ પર જર્જરિત થયેલા વૃક્ષ થી વાહનચાલકોમાં અકસ્માતનો ભય

મલેકપુર થી દિવડા હાઈવે પર ની બાજુમાં એક ઘટાદાર વૃક્ષ બીલકુલ સુકાઈને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. આ વૃક્ષ ને તંત્ર દ્વારા હટાવવા માં આવે તેવી માંગ ઉઠી છે.

લુણાવાડાના મલેકપુર માર્ગ થી દિવડા જવાનાં માર્ગ પર એક વૃક્ષ લાંબા સમયથી સુકાઈને જર્જરીત હાલતમાં છે. આગામી ચોમાસું ઋતુ ને ધ્યાને રાખીને જો તંત્ર દ્વારા વૃક્ષ ને હટાવવામાં આવે તો કોઈ મોટો અકસ્માતની ઘટના બનતા અટકી જાય તેમ આગામી ચોમાસું દિવસોમાં જો વાવાઝોડું આવે તો આ વૃક્ષ ધરાશયી થઈ શકે તેમ છે. મુખ્યત્વે આ માર્ગ લુણાવાડા થી મલેકપુર થઈને દિવડા જવા માટે અતિ મહત્વનો માર્ગ આવેલો છે અને રાત દિવસ સતત વાહન વ્યવહાર થી ધમધમતો રહે છે.જયારે આ અંગે તંત્ર દ્વારા જર્જરિત થઈ ગયેલા વૃક્ષને હટાવવામાં આવે તેવી રાહદારીઓ અને વાહન ચાલકોની તીવ્ર માંગ ઉઠી છે.