સંતરામપુરના બટકવાડાની પરણિતાને મારમારી મોતની ધાટ ઉતાર્યાની પિયર પક્ષની ફરિયાદથી મૃતકના પતિને ઝડપ્યો

સંતરામપુર,સંતરામપુર તાલુકાનાં બટકવાડા ગામે સોમાભાઇ ડામોર રહે ભાણાસીમાલ ની દીકરી રેણુકાના લગ્ન સુનિલમાનસિંગ ભ્રમાત જોડે આસરે ચાર વર્ષ અગાઉ થયેલ પતિને સાસુને અન્યો ની રેણુકા ને હેરાન ગતિના ત્રાસ થી અને મરનારના પતિને અનય સાથેના આડા સબંધથી રેણુકા ને માનસિક સારરિક ત્રાસ આપતા હોય અને મરનાર રેણુકા અડચણરૂપ હોય સાસરી પક્ષના ઘરના ઓએ ભેગામળીને તારીખ.02/06/2024 ના રોજ રેણુકાના માથાના ભાગે ઇજાકરીને તથા સરીર ના અન્ય ભાગે ઇજા ઓકરીને રેણુકાને ઠંડે કલેજે મોત નેઘાટઉતારી દીધેલ આ ખૂનના બનાવ ઉપર ઢાંકપિછોડો કરવા રેણુકાને તેની સાસરી પક્ષના લોકો સારવાર અર્થે સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં લાઈગયેલ જેમાં રેણુકાને મૃત જાહેર કરેલ આ બનાવ અંગે મરનાર રેણુકાના કાકાસસરા અએમનુજ રંગજી ભ્રમાતે ફરિયાદીને ફોન કરીને જણાવેલ કે રેણુકાને અચાનક કઈ વાગ્યું છે અને સંતરામપુર દવાખાને લઈ જાયે છે. જેથી રેણુકાના પિતા . ભાઈ ને ઘરના સંતરામપુર રેણુકાને જયા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યાં જોવા દોડી ગયેલ અને રેણુકાને તેના સાસરી પક્ષના ઓએ માર મારી ઇજા કરી મોતને ઘાટ ઉતારી હોયે ઘટનાની જાણ સંતરામપુર પોલીસ મથકે કરેલ અને સંતરામપુર પોલીસે મરનાર ના પતિ સુનિલ માનસિંગ ભ્રમાત રહે બટકવાડા વિરૂદ્ધ ખુન નો ગુનો દાખલ કરીને તેણે પકડી લીધેલ હતો.

ઉલેખનિય છેકે, રેણુકાનું ખૂન એક વ્યક્તિથી થાય તેમ ના હોય અને રેણુકાની સાસરીમાંજ ઘરમાં આ ખૂનનો બનાવ બનેલો હોય અને ખૂનના બનાવમાં અન્યો સંડોવાયેલ હોય જેમાના નામ ફરિયાદ લખાવતી વખતે ફરિયાદીએ લખાવેલ હોવા છતાં પોલીસે નહીં લખતા અનયો સંડોવાયેલ આરોપીના સગાને પોલીસે પકડેલ નહીં જેથી આજરોજ તારીખ 03/06/2024ના રોજ સંતરામપુર પોલીસ મથકે આશરે 500 જેટલા ઉપરાંત પુરૂષ અને મહિલાઓનું ટોળું પોલીસ મથકે ધસી આવેલ અને અન્ય આરોપીના ઓના નામ આપેલ છે, તેઓને પોલીસ કેમ પકડતી નથી. તેમ કહીને ભારે આકારોશ વ્યક્ત કરતાં સંતરામપુર પોલીસને નામ આપેલ હોવા છતાં નામ કેમ ફરીયાદમાં લખેલ નહીં તેમ રજુઆત કરતા બોલતા જોવા મળતા હતા.

આ ઘટના સંદર્ભમાં સંતરામપુર થાણામાં મરનાર રેણુકાના પિયર પક્ષના સગા સબંધી દ્વારા ભારે હલ્લાબોલ સંતરામપુર પોલીસ સ્ટેસનમાં કરતાં વાતાવરણ તંગ બની ગયેલ અને કડાણા થી પોલીસ બંદોબસ્ત સંતરામપુર આવી ગયેલ અને આ વાતાવરણ ઉગ્ર બનતું જતું હોય પોલીસ ઈન્સ્પેકટર સંતરામપુર દ્વારા આગેવાનોને પોલીસની ગાડી મોકલીને શકમંદ વ્યક્તિ ઓને પોલીસ મથકે લઈ આવેલ જોવામળતી હતી. આ ખુનમાં મરનારના પિતાએ જે અન્ય આરોપીના નામ ફરિયાદ આપતી વખતે જણાવેલ તે નામો નહીં લાખવાનું પોલીસનું સુ પ્રયોજન હોઈ શકે ?

બટકવાડા ગામે બનેલ ખુનમાં પોલીસની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને લોકોના રોષને જોઈને પોલીસ દ્વારા આ બનાવમાં જણાવેલ અન્યો જે સંડોવાયેલા નાઓને શોધી પકડવા તાકીદે પોલીસ સ્ટાફ રવાના કરેલ જોવા મળતો હતો.