પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ મોરવા હડફ તાલુકામાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહેલા બે ટ્રક સાથે બે ઇસમોની અટકાયત કરી 50 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પકડાયેલ બંને ટ્રકને સીઝ કરી ગોધરા કલેક્ટર કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
પંચમહાલ જીલ્લામાં ખનીજ માફીયાઓ ગેરકાયદેસર રેતીનું ખનન બિન્દાસ્ત પણે કરી રહ્યાની બાતમી આધારે જીલ્લા ખાણ ખનીજ વિભાગ બાતમીવાળી જગ્યાએ રેડ દરમિયાન બે રેતી ભરેલ ટ્રક ઝડપી પાડ્યા હતા અને ટ્રક ચાલક બે ઈસમો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. બીજીબાજુ છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિ દિન બેરોકટોક રેતી, સફેદ પથ્થર, બ્લેક ટ્રેપ સહિત કુદરતી ખનીજનું બિન્દાસ પણે હેરાફેરી કરતા ખનીજ માફીયાઓ ઉપર અંકુશ રાખી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મોરવા હડફ તાલુકામાં માંથી બે ટ્રક ગેરકાયદેસર રેતીનું ખનન કરી રહ્યાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ દરમિયાન બે ટ્રક સાથે બે ઇસમોની અટકાયત કરી 50 લાખનો મુદ્દામાલ કબજે કરી અને પકડાયેલ મુદ્દામાલ સીઝ કરી ગોધરા કલેક્ટર કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો.