હાલોલ, હાલોલ ખાતે ફરિયાદ અને સેવાલીયાના આરોપી મિત્ર થતાં હોય અને ભાગીદારીમાંં ધંધો શરૂ કરતા આરોપીને 5 લાખ રૂપીયા ધંંધા ચાલુ કરતાં ફરિયાદી પૈસા પરત માંગેલ હોય આરોપીને બીઓબી બેંંકનો ચેક આપેલ ચેક રીર્ટન થતા હાલોલ કોર્ટમાં ફરિયાદ કરેલ હતી. કોર્ટમાંં ચેક રીર્ટનના કેશમાંં બચાવ પક્ષના વકીલ એ આરોપી તરફે ઉલટ તપાસમાં રજુ થયેલ પુરાવા રજુ કરતાં આરોપીને નિર્દોષ છોડવામાંં આવ્યો.
હાલોલ ખાતે રહેતા જીતેન્દ્રકુમાર જયંતિલાલ વરીયાએ આરોપી અલાઉદ્દીન સરફરીન શેખ સેવાલીયા બન્ને મિત્રો થતા હોય અને તેની સાથે ભાગીદારીમાં ધંંધો કરવા માટે જીતેન્દ્ર વરીયાએ 5 લાખ રૂપીયા આપ્યા હતા. ત્યારબાદ ધંધો શરૂ થતાં અલાઉદ્દીન શેખ પાસેથી પૈસા પરત માંગેલા હતા અને જીતેન્દ્ર વરીયાને બીઓબી બેંકનો ચેક નં.16 આપેલ ને રીર્ટન થતાં આરોપી સામે હાલોલ કોર્ટમાં 138 મુજબ ફરિયાદ કરેલ હતી. આરોપી તરફી વકીલ એન.જી.ખાનજાદાએ કોર્ટમાં દલીલ કરી કે ફરિયાદી અને આરોપી વચ્ચે નાણાંકીય વ્યવહાર થયેલ નથી. જીતેન્દ્ર વરીયાએ લોન અપાવવાની લાલચ આપી ચેક લીધેલ હતા. ચેકનો દુરઉપયોગ કરેલ છે અને આરોપી તરફે ઉલટ તપાસ રજુ થયેલ પુરાવા રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવતાંં ચેક લઈને યુકિત પ્રયુકિત વાપરીને ખોટી ફરિયાદો કરતાં ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.