પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર ધ બ્લફની સ્ક્રિપ્ટના કવર પેજનો ફોટો શેર કર્યો

બોલિવૂડમાં નામ કમાયા બાદ હવે દેશી ગર્લ વિદેશમાં સફળતાના ઝંડા ઉંચકી રહી છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લગતા અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ ક્રમને આગળ વધારતા પ્રિયંકાએ ધ બ્લફની સ્ક્રિપ્ટના કવર પેજનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ કવર પેજનો ફોટો જોયા પછી ચાહકો દેશી ગર્લના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી અને તેનું કારણ પણ ખાસ છે.

ધ બ્લફના કવર પેજનો ફોટો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, તે શરૂ થાય છે જે પેજ પર સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે તે છે ઓરેન્જ રંગની પેનથી અભિનેત્રીએ તેના નવા પ્રોજેક્ટની શરૂઆત કરી છે ભગવાનની આ હરક્તો જોયા બાદ ચાહકો તેના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વિદેશમાં રહીને પણ પ્રિયંકા તેના મૂલ્યોને ભૂલી નથી.

તમને જણાવી દઈએ કે આગામી ફિલ્મમાં પ્રિયંકાના પાત્રનું નામ એરસેલ હશે. તેના કો-સ્ટારના પાત્રનું નામ કોનર હશે. ફ્રેક્ધ ઇ. લાવર્સ ફિલ્મના દિગ્દર્શક છે. અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ’સિટાડેલ સિરીઝ’ અને હોલીવુડ ફિલ્મ ’લવ અગેન’માં જોવા મળી હતી. હાલમાં, પ્રિયંકા પાસે જ્હોન સીના સાથે ’હેડ ઓફ સ્ટેટ’, ’સિટાડેલ ૨’ અને ’ધ બ્લફ’ છે.